ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 1 ડિસેમ્બર 2021 (10:35 IST)

ગુજરાતના આ શહેરમાં વેક્સિન લો અને જીતો 'આઇફોન', મનપા લાવ્યું નવી સ્કીમ

એક તરફ કોરોનાની ત્રીજી લહેરના એંધાણ શરૂ થઇ ગયા છે. તો બીજી તરફ સુરક્ષા કવચ ગણાતી વેક્સીનનો બીજો ડોઝ લેવામાં ગુજરાતીઓની આળસ જોવા મળી રહે છે. સરકાર રસીકરણને લઇને ઝૂંબેશ ચલાવી રહી છે. અવનવા અભિયાન શરૂ કરી રહી છે તેમજ વેક્સીનની જાગૃતિ માટે પણ લોકોને સમજણ આપી રહી છે ત્યારે હજુ પણ ઘણા અમદાવાદીઓએ બીજો ડોઝ લીધો નથી. 
 
ત્યારે વેક્સીનેશન માટે દોડતા આવે તે માટે વિવિધ લોભામણી ઓફર આપી રહી છે. તાજેતરમાં જ અમદાવાદ મહાનગર પાલિકા દ્રારા એક ઓફર મુકવામાં આવી છે. જેમાં કોરોના વેક્સિન લેનાર વ્યક્તિઓનો ડ્રો યોજાશે. વેક્સિન લેનાર લકી ડ્રો વિજેતાને આઇફોન મળશે. આ અગાઉ ઘણી જગ્યાએ તેલ અને સ્માર્ટફોન આપવામાં આવી રહ્યું છે. AMC એક લકી ડ્રો વિજેતાને રૂ 60 હજારનો આઈફોન આપશે. અત્યારે અમદાવાદ શહેરમા બીજો ડોઝ લેવા માટે 5.5 લાખ લોકો બાકી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 6 ને પ્રથમ જ્યારે 2231 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 13859 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 132044 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 
 
18-45 વર્ષ સુધીના 42222 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 3,48,581 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 5,38,943 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 8,10,56,461 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
 
અમદાવાદ જિલ્લામાં 30 નવેમ્બરના રોજ 18 હજારથી વધુ લોકોને રસી અપાઈ
અમદાવાદ જિલ્લા આરોગ્ય શાખામાંથી પ્રાપ્ત માહિતી અનુસાર 30 નવેમ્બર, 2021ના રોજ જિલ્લામાં કુલ 18,002 નાગરિકોને રસી આપવામાં આવી હતી. જેમાં 875 નાગરિકોને પ્રથમ ડોઝ, જ્યારે 17,127 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ 139 સેશનમાં આ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધપાત્ર બાબત એ છે કે અમદાવાદ જિલ્લાના ૪૬૫ ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ થઈ ચૂક્યું છે.