ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (15:14 IST)

અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વયજૂથના ૧,૦૫,૫૭૮ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક

સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને રસીકરણથી રક્ષણ મળી રહે તે માટે આજથી તા.3જાન્યુઆરીથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૫ થી ૧૮ની વયના બાળકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 
 
વેક્સિનેશન અંગે જોવા મળેલી જાગૃતિ  અને  ઉત્સાહને વેગ આપતાં હવે અમદાવાદ જિલ્લાના  ૯ તાલુકાઓમાં ૪૦ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો અને ૦૯જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્રની ૧૮૫ જેટલી સેશન સાઈટ પરથી ૧૫ થી ૧૮ની વય જૂથના બાળકોને વિનામૂલ્યે વેક્સિનમાં આવરી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.  જે અંતર્ગત અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કુલ ૧,૦૫,૫૭૮ જેટલા બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. 
 
૧૫ થી ૧૮ ની વયજૂથના બાળકો  રજીસ્ટ્રેશન કરાવીને અથવા સ્થળ પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવીને નજીકની શાળા અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી જઈને વેક્સિન લઈ શકશે એવુ આયોજન કરવામાં આવ્યું છે.