1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 જુલાઈ 2019 (12:41 IST)

શિક્ષિકાએ વિદ્યાર્થીને સોટી મારી તો એજ સોટી થી વિદ્યાર્થીએ શિક્ષિકાને ફટકારી

પાટણના માતરવાડી પ્રાથમિક શાળામા વિદ્યાર્થી પાસે પેન ના હોવાથી શિક્ષિકા દ્વારા સોટી વડે ફટકારતા સોટી પડાવી વિદ્યાર્થીએ શિક્ષિકાને ફટકારી દીધી હતી. આથી વિદ્યાર્થીને શાળામાં ના બેસવા દેતા વાલી સહીત વિસ્તારના અન્ય રહીશો એકત્રિત થઇ શિક્ષિકા સામે વિદ્યાર્થીને ઢોર મારતા હોવાની રાવ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા શિક્ષણ વિભાગે તપાસ હાથધરી હતી.
પાટણના માતરવાડી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરતા પટ્ટણી ધનજીભાઈના પુત્ર જયપાલને શિક્ષિકા દ્વારા અપમાનિત શબ્દોથી બોલાવી વારંવાર માર મારી છેલ્લા કેટલાક દિવસથી શાળામાં બેસવા ના દેતા હોય તેમજ દાખલો લઇ જવા વાલીને દબાણ કરતા હોવાથી સોમવારના રોજ વાલી, માતરવાડી પૂર્વ સરપંચ શૈલેષસિંહ ઠાકોર,પટ્ટણી સમાજના અગ્રણી અને સ્થાનિક રહીશો એકત્રિત થઇ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિલીપ નાઈને આવેદન પત્ર આપી શિક્ષિકા સામે કાર્યવાહી કરવા તેમજ તેમના દીકરાને પરત શાળામાં અભ્યાસ માટે બેસાડવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી અને જો બે દિવસમાં શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વાલી ધનજીભાઈ પટ્ટણીએ જણાવ્યું હતું કેશિક્ષિકા શાળામાં પટ્ટણી સમાજના બાળકોને જ્ઞાતિ અપમાનિત શબ્દ કહીને બોલાવે છે. મારા છોકરાને વીસ દિવસથી મારતા હતા. છેલ્લે કંટાળી બહેને સોટી મારી હતી. શિક્ષિકા સામે કડકમાં કડક કાર્યવાહી નહીં થાય તો શાળામાં તાળાબંધી કરી વિરોધ કરીશું. નાયબ પ્રા.શિક્ષણાધિકારી દિલીપ નાઇએ જણાવ્યું હતું કે અમે શિક્ષણ વિભાગની ટીમ શાળામાં મોકલીશું અને શિક્ષિકાનું વર્તન ખરાબ જણાશે તો કાર્યવાહી કરીશું.