ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 એપ્રિલ 2022 (19:15 IST)

મહેસાણા-ઊંઝા હાઇવે પર નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો

bridge collapse
મહેસાણા-ઊંઝા હાઇવે પર રૂપેણ નદી પર બની રહેલા બ્રિજનો કેટલોક ભાગ બેસી જતા કંપનીની નબળી કામગીરી છતી થઈ છે. મહેસાણા-ઊંઝા હાઇવે પર સોનેરીપુરા પાટિયા પાસે રૂપેણ નદી પર રણજિત બિલ્ડકોન કંપની બ્રિજ બનાવી રહી છે. ત્યારે નિર્માણાધીન બ્રિજનો કેટલોક ભાગ બેસી જતાં ફરી આ કંપની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રણજિત બિલ્ડકોનનો બ્રિજ અમદાવાદમાં પણ તૂટી પડ્યો હતો.
 
આ અંગે મહેસાણા શહેરના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રણજિત બિલ્ડકોન દ્વારા અગાઉ અમદાવાદના બોપલ વિસ્તારમાં બનાવેલો પુલ તૂટી પડ્યો હતો. તેમજ ગયા વર્ષે મહેસાણાના નુગર બાયપાસ પાસે આજ કંપનીએ બનાવેલો બ્રિજ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત બલોલ કારલી હેડુંવાથી બહુચરાજી સુધીનો રસ્તો પણ આ કંપનીએ બનાવ્યો હતો, જે પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો હતો. આ કંપનીએ વર્લ્ડ બેંકના અંદર જે સ્ટાફ બતાવવામાં આવ્યો છે તે સ્થળ પર કાર્યરત નથી, છતાં કોઈ પગલાં લેવાતા નથી. હાલ આ કંપની પાલનપુર મહેસાણા વચ્ચેનો રોડ બનાવી રહી છે, અમારી જાણકારી મુજબ મુખ્ય ઈજનેર પોતે કામ કરતા નથી અને કમિશન લઈ જેમને કામનો અનુભવ ન હોય તેને કામ આપે છે.