શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 એપ્રિલ 2022 (16:23 IST)

અમદાવાદમાં બાળક મેગ્નેટિક બેલ્ટ ગળી ગયો, સિવિલના ડોક્ટરોએ સર્જરી કરીને આંતરડામાંથી 14 મેગ્નેટ મોતી બહાર કાઢ્યા

operation surgary
operation surgary
ત્રણ કલાકની સર્જરી બાદ બાળકને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ બચાવી લીધો
આંતરડામાં કાણાં પડી જતાં એક બીજા સાથે મેગ્નેટ અથડાતા હતા 
 
સામાન્ય રીતે જોઈએ તો નાના બાળકો લખોટી, સિક્કા જેવી વસ્તુઓ ગળી જતાં હોય છે. પરંતુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક એવો કેસ આવ્યો હતો જેમાં બાળક રમતાં રમતાં મેગ્નેટિક બેલ્ટ ગળી ગયો હતો. જેના કારણે તેના આંતરડાંમાં કાણાં પડવા માંડ્યા હતાં અને એક બીજા સાથે મેગ્નેટ અથડાઈને આંતરડામાં છુટા થઈને ફરી રહ્યાં હતાં. 
 
આંતરડા માથી 14 મેગ્નેટ મોતી કાઢી નવજીવન આપ્યું
અમદાવાદમાં બોપલ ખાતે રહેતા કેટરિંગનો ધંધો કરતાં પિતાના પુત્ર નો જીવ બચાવવા માટે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેનડેન્ટ અને તેમની આખી પીડયાટ્રીક ટીમ દ્વારા 7 વર્ષના બાળકનું સફળ ઓપરેશન કરી તેના આંતરડા માથી 14 મેગ્નેટ મોતી કાઢી નવજીવન આપ્યું હતું. બાળકના પિતાએ કહ્યું હતું કે, ખાનગી હોસ્પીટલમાં આ સર્જરી નહીં થતાં સિવિલ હોસ્પિટલમાં તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 
 
આ કિસ્સો ડોક્ટરો માટે પણ પડકારજનક હતો
સામાન્ય રીતે બાળકો સિક્કા,લખોટી જેવી વસ્તુ ગળી જતાં હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આ પ્રથમ કિસ્સામાં નાના બાળકે મેગ્નેટ બોલ ગળી ગયા હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર આ કિસ્સો ડોક્ટરો માટે પણ પડકારજનક હતો. જેમાં બાળકના આંતરડાંમાથી 14 અલગ અલગ જગ્યાએથી આ મેગ્નેટ કાઢવાના હતા. 
 
ત્રણ કલાકની ભારે જહેમત બાદ સર્જરી સફળ થઈ
ત્રણ કલાકની ભારે જહેમત બાદ આ સફળ સર્જરી ડોક્ટરે કરી હતી અને બાળકને આજે ડિસ્ચાર્જ કરી તેમના પરિવારમાં પણ ખુશી જોવા મળી હતી. માતા પિતા માટે ચેતવા રૂપ આ કિસ્સો છે અને નાના બાળકોને આવી બધી વસ્તુ હાથમાં ન આવે તે પ્રકારની કાળજી કરવી જરૂરી છે ત્યારે ડોક્ટરે વધુમાં જણાવ્યુ હતું કે જ્યારે ખાનગી હોસ્પીટલમાં પૈસા આપવા છતાં કેટલાક દર્દીને દાખલ કરવામાં આવતા નથી ત્યારે કઠીનમાં કઠિન સર્જરી પણ સિવિલ હોસ્પિટલ માં કરી દર્દી ને સાજા કરવામાં આવે છે.