બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 જુલાઈ 2020 (11:16 IST)

અમદાવાદ કરતાં સુરતમાં વધી રહ્યા છે કેસ, 18 દિવસમાં 200થી વધુ મોત

રાજ્યમાં આજે કોવિડ-19ના 675 નવા દર્દીઓ નોંધાયા છે તો 368 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. તો બીજી તરફ  21 દર્દીઓના મોત થયા છે. નવા કેસ સાથે રાજ્યમાં સક્રિય કેસનો આંકડો 7411 પર પહોંચ્યો છે. જેમાંથી 7348 દર્દીઓની સ્થિતિ સામાન્ય છે તો 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધી 24,038 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. વધુ 21 દર્દીઓના મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1869 પર પહોંચ્યો છે.
 
અમદાવાદમાં 215 કેસ નોંધાયા છે, જેમાંથી 208 શહેરી વિસ્તારમાં અને 7 અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યા છે. તો સુરતમાં આજે 201 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 180 શહેરી વિસ્તારમાંથી અને 21 કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા છે. અમદાવાદમાં આજે 8 તો સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે.
 
કોરોના કહેરનો સામનો કરી રહેલા સુરતે અનલોક 2ના પહેલાં જ દિવસે મોતનો આંકડો 200ને પાર કરી લીધો છે. બુધવારે 12 નવા મોત થતાં કુલ આંકડો 206 પહોંચી ગયો છે. ચિંતા વાત એ છે કે અહીં નવા સંક્રમિતોના આંકડો પણ ઘણા દિવસોથી 200ને પાર જાય છે. સૂરતમાં પહેલાં 100 મોત પુરા થવામાં 84 દિવસ જેટલો સમય લાગ્યો હતો, જ્યારે આગામી 100 મોત ફક્ત 18 દિવસમાં થયા. મોતનો વધતી જતી ગતિનો અંદાજો તેનાથી લગાવી શકાય કે પહેલાં 50 મોતમાં 57 તો બીજા 50 મોતમાં ફક્ત 27 દિવસ લાગ્યા હતા. જ્યારે સુરતમાં 100 મોત હતા જ્યારે 2763 દર્દી હતા, જ્યારે હવે 2717 દર્દી વધીને 5480 થઇ ગયા છે. 
 
સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જ્યંતિ રવિ સુરતની મુલાકાતે છે. માત્ર કતાર ગામ ઝોનમાં જ 1000થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ડૉ. જયંતિ રવિએ કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલના દર્દીઓને ટ્રીટમેન્ટ આપતા ડૉક્ટરો સાથે પણ બેઠક કરી હતી.
 
સુરતમાં પરિસ્થિતિ હવે અમદાવાદ કરતા પણ વિકટ બનતી જઈ રહી છે. આવામાં સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા આટલી સંખ્યામાં દર્દીઓને સાચવવામાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં તાબડતોબ 1 હજાર સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા ડોકટર, નર્સ સહિતના સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. વધતા જતા કેસને લઈ આયોજન કરાયું છે. એમબીબીએસ ઇન્ટરસીપ, પીજી અભ્યાસપૂર્ણ કરનાર તબીબ ફરજમાં જોડાશે. તમામ સ્ટાફની રહેવાની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. 
 
સુરતની એક કંપનીએ આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરાઇને ફૂલ્લી ઓટોમેટિક વેન્ટિલેટર બનાવ્યું છે. સુરતની ડીઆરસી ટેકનો અને ઇન્નોવસીડ કંપનીએ મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્તમ ગુણવતા ધરાવતું લો કોસ્ટ વેન્ટિલેટર બનાવ્યું છે. જેમાં ઇન્ટરનેશનલ કંપનીના વેન્ટિલેટર જેવા જ ફીચર્સ ઉપલબ્ધ છે.