ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 30 જુલાઈ 2023 (13:13 IST)

દ્વારકા મંદિરનો ધ્વજાદંડ તૂટ્યો

dwarka biporjoy cyclone news
દ્વારકા મંદિરનો ધ્વજાદંડ તૂટ્યો- દ્વારકાના જગતમંદિર પર 13 જુલાઈ 2021ને મંગળવારે કડાકાભડાકા સાથે પડેલા વરસાદમાં આકાશી વીજળી પડી હતી, જેમાં મંદિરની ધ્વજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ ઘટનાના બે વર્ષ બાદ આજરોજ 29 જુલાઈ 2023, એટલે કે બે વર્ષમાં બીજીવાર ધ્વજાદંડને નુકસાન પહોંચ્યું છે. એને કારણે વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ કરાયું છે. 
 
આજે સવાર સુધીમાં બંને જિલ્લાના ૧૨૮૯ ગામો માં વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે ૬૫૪ ગામમાં વીજ પુરવઠો ચાલુ થઈ ગયો છે, પરંતુ હજી ૬૩૫ ગામોમાં સમારકામની કાર્યવાહી ચાલી રહી છે.
 
આજથી બે વર્ષ પહેલા 13 જુલાઈ 2021ના રોજ દ્વારકામાં વીજળી પડવાથી દ્વારકાધીશના શિખર પર ફરકાવવામાં આવતી 52 ગજની ધ્વજાને નુકશાની પહોંચી હતી 
 
આ બનાવવી જાણ થતાં દ્વારકા દેવસ્થાન સમિતિના વહીવટી અઘિકારી દ્વારકા પ્રાંત એન.ડી. ભેટારિયા દ્વારા તપાસ હાથ ધરી અને જણાવ્યું હતું કે આજે બપોર બાદ વીજળી પડવાથી જગત મંદિરનાં મુખ્ય શિખર ઉપર ધ્વજા જીમાં દંડ સાથે ચડવામાં આવેલી ધ્વજા જીને સામાન્ય નુકશાન થયું અને ધ્વજા જી ફાટી ગયા છે. માટે આગામી થોડા દિવસો દરમિયાન ભગવાન દ્વારકાધીશને ચડવામાં આવતી ધ્વજા જી દંડની નીચે ફરકાવવામાં આવશે એટલે કે અડધી કાઠીએ દ્વારકાધીશના મંદિરના શિખર પર ધ્વજા જી આવશે.
 
દ્વારકા મંદિરનો ધ્વજાદંડ તૂટ્યો