શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 જૂન 2023 (19:07 IST)

Devbhumi Dwarka - દેવભૂમી દ્વારકામાં જગતમંદિર પાસેના કાપડની દુકાનમાં ભીષણ આગ, ફાયરવિભાગની બે ટીમ ઘટનાસ્થળે

dwarka news
એક દુકાનમાં લાગેલી આગે આસપાસની ત્રણ દુકાનોને ચપેટમાં લેતાં લાખો રૂપિયાનું નુકસાન થયું
 
દેવભૂમી દ્વારકાઃ એક તરફ બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. બીજી બાજુ જગતમંદિર પાસેની એક કાપડની દુકાનમાં આગ લાગતાં અફરા તફરી મચી ગઈ છે. આગનો કાબુમાં લેવા માટે ફાયર વિભાગની બે ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે. 
 
ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા 
દ્વારકામાં જગતમંદિર પાસે આવેલી એક ત્રણ માળની કાપડની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની બે ટીમો પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી.આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.
 
આસપાસની દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ
એક દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસની દુકાનો પણ તેની ચપેટમાં આવી ગઈ હતી. આગને કારણે દુકાનોમાં રહેલો માલ બળીને ખાક થઈ ગયો હતો. આગને કારણે ત્રણેય દુકાનના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. હાલમાં ફાયર વિભાગે આગને કાબુમાં લેવા પ્રયાસો ચાલુ કરી દીધા છે. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.