શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 માર્ચ 2024 (19:39 IST)

કારની ટક્કરે યુવતી 50 મીટર ઢસેડાઈ

road accident
અમદાવાદમાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં એક આશાસ્પદ ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું મોત થયું છે. શહેરના શિવરંજની નજીક આસોપાલવ ચાર રસ્તા (કેશવબાગ) પાસે પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 
 
નારણપુરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિશ્વા શાહ રફતારનો ભોગ બની.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઓવર સ્પીડમાં જતી કારે એક્ટિવા પર જતી આ યુવતીને એવી જોરદાર ટક્કર મારી કે તે યુવતી 50 મીટર સુધી રોડ પર ફંગોળાતી રહી. અકસ્માતની ઘટના સીસીસીટી પણ સામે આવ્યા  છે.  ફિઝિયોથેરાપિસ્ટ વિશ્વાને  પાંસળી અનેયુવતી અકસ્માત પછી કોમામાં જતી રહી હતી અને આખા શરીરમાં મલ્ટીપલ ફ્રેક્ચર હતાં. કાર નીચે હતી ત્યારે હાર્ટ-એટેક પણ આવ્યો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. હાલ પીએમ ચાલે છે. 
 
યુવતીના પિતા ઇન્ટીરિયર ડિઝાઇનનું કામ કરે છે, સંતાનમાં દીકરી સિવાય એક દીકરો છે. તેની 10માં ધોરણની પરીક્ષા ચાલી રહી છે. દીકરીની પરિસ્થિતિ એકદમ ગંભીર હતી અને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી. જોકે તે બચી શકી નથી. પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારની એક જ માંગ છે કે આરોપીને તત્કાલ હાજર કરો અને જે એક્શન લેવાની હોય એ લો.