મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (19:18 IST)

પાલિતાણા વિવાદને સરકાર આવતીકાલે ટાસ્ક ફોર્સ તૈયાર કરશે, આ અધિકારીઓનો સમાવેશ કરાયો

task force on the Palitana
પાલિતાણામાં જૈન સમાજના આક્રોશની અસર થવા માંડી છે. સરકારે વિવાદને લઈને ટાસ્ક ફોર્સની રચના કરવા માટે આદેશ આપી દીધા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે, શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત મુખ્યમંત્રીએ પણ આ બાબતે એક ટાસ્ક ફોર્સની રચના કરવા માટેના આદેશો આપી દીધાં છે. આવતીકાલે જ એક ટાસ્ક ફોર્સની રચના કરી દેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકારે તમામ પગલાં લેવાનું નક્કી કરી લીધું છે. આ ટાસ્ક ફોર્સમાં પોલીસ અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ, મહેસુલ વિભાગના અધિકારીઓ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ હશે. આ બધાને એટલા માટે સાથે રાખવામાં આવ્યાં છે કે કોઈપણ નિર્ણય એક જ જગ્યાએ ઝડપથી લઈ શકાય. શેત્રુંજય પર્વતની આસ્થા ક્યારેય ઓછી ના થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આ પર્વત પર કડકમાં કડક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કોઈપણ ધર્મ સ્થાન માટે સરકાર ગંભીર છે. મહારાજ સાહેબ સાથે ખરાબ વર્તન કરનારા લોકો સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે. પાંચ દિવસ પહેલાં જ એ લોકોને પકડી લેવાયાં છે. શેત્રુંજય પર્વતની આસ્થા માટે સરકાર ભવિષ્યમાં પણ કામ કરશે.શેત્રુંજયના તમામ વિષયો પર ચર્ચા કરી મુખ્યમંત્રી એ આજેજ ટાસ્ક ફોર્સ માટે સુચના  આપી છે. અને આવતીકાલે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે