શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 ઑક્ટોબર 2022 (12:13 IST)

ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો, ખેડૂતોને થશે ફાયદો

Ministry of Water Resources
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર, 2022ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદથી ₹ 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરશે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે.  રાજ્યને પાણીદાર બનાવવા માટે દૂરંદેશી કામગીરીનો જે પાયો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો, તેને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કર્યો છે. 
 
થરાદ ખાતેથી પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરત કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.  તેના લીધે આવનારા દિવસોમાં ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે. કામગીરીની વિગતો આ પ્રમાણે છે:
 
નીચેની યોજનાઓનું થશે ખાતમુહૂર્ત 
 
કસરા-દાંતીવાડા પાઇપલાઈન
નર્મદા મુખ્ય નહેરમાંથી કસરા (તા. હારીજ, જી. પાટણ) થી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન. 
બનાસકાંઠાના 74 અને પાટણના 32 ગામોના કુલ 7500 હેક્ટર વિસ્તારને લાભ મળશે – અંદાજીત લાભાર્થી - 4200 ખેડૂત. 
અંદાજિત ખર્ચ ₹ 1566 કરોડ
 
ડીંડરોલ – મુક્તેશ્વર પાઇપલાઈન
ડીંડરોલ (તા. સિધ્ધ્પુર, જી. પાટણ) થી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન. 
બનાસકાંઠાના 25 અને પાટણના 5 ગામોના કુલ 3000 હેક્ટર વિસ્તારમાં લાભ – કુલ અંદાજીત લાભાર્થી 1700 ખેડૂત 
અંદાજિત ખર્ચ ₹ 191 કરોડ
 
સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી
બનાસકાંઠામાં 22 ગામોના પિયત વિસ્તારને સિંચાઇ સુવિધા પુરી પાડવા માટે નવી ડિસ્ટ્રિબ્યુટરી બનાવવાની યોજના.
ડિસ્ટ્રિબ્યુટરીની લંબાઈ 34 કિમી.
14700 હેક્ટર વિસ્તારમાં ફાયદો –  અંદાજીત લાભાર્થી 7500 ખેડૂત. 
અંદાજિત ખર્ચ: ₹ 88 કરોડ
 
કાંકરેજ દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની યોજના
અહીં સંગ્રહ ક્ષમતા વધારવાના કાર્યો કરવામાં આવશે.
100 ગામડાઓને ફાયદો મળશે - અંદાજીત લાભાર્થી 3.02 લાખ 
અંદાજિત ખર્ચ : ₹ 13 કરોડ
 
₹ 6000 કરોડથી વધુના ખર્ચે અન્ય વિકાસકાર્યોની જાહેરાત
 
સુજલામ સુફલામ નહેર સુધારણાના કામો
કડાણા બંધથી બનાસકાંઠા જિલ્લાના રાહ ગામ સુધી 332 કિમી લાંબી નહરેનું નિર્માણ કરવામાં આવશે. 2000 ક્યુસેક સુધીની વહનક્ષમતાના લીધે પાણીને સરળતાથી દૂર સુધી પહોંચાડી શકાશે. 
નહેર તેમજ સ્ટ્રકચર્સ સુધારણા નો અંદાજીત ખર્ચ : ₹ 1500 કરોડ.
લાભ : 1111 તળાવો અને 3.7 લાખ એકર વિસ્તાર,  661 ગામો– અંદાજીત લાભાર્થી 1.25 લાખ ખેડૂત.
 
અટલ ભૂજલ યોજના તથા ભૂગર્ભ રિચાર્જ અને વેસ્ટ વોટર રીયુઝ ની કામગીરી
6 જિલ્લાના 2000 ગામડાઓમાં વેસ્ટ વોટર રિયુઝ, ચેકડેમ ઉંડા તેમજ રિપેર કરવાની કામગીરી, તળાવો, ટ્યૂબવેલ વગેરેના કામો 6 જિલ્લાના 2000 ગામડાઓમાં શરૂ કરવામાં આવશે. તેનાથી 50,000 હેક્ટર વિસ્તારોને પરોક્ષ લાભ મળશે. 
કુલ ₹ 1100 કરોડના કામો, ફાયદો પ્રાપ્ત કરનાર વિસ્તાર – 1,10,000 હેક્ટર, અંદાજીત લાભાર્થી -65,000 ખેડૂત.
 
સાબરમતી નદી પર 4 નવા બેરેજ નું બાંધકામ 
14000 હેક્ટર વિસ્તારને ફાયદો–  અંદાજીત લાભાર્થી 10,000 ખેડૂત. 
મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જીલ્લાના 5 તાલુકાના 39 ગામોને લાભ.
અંદાજિત ખર્ચ :  ₹ 1૦૦૦ કરોડ.
 
ધરોઇ, વાત્રક ,મેશ્વો અને હાથમતી જળાશય આધારીત ઉદ્વવહન સિંચાઈ યોજનાઓ
વાત્રક જળાશયમાંથી ઉદ્વહન દ્વારા માલપુર, મેઘરજ અને  મોડાસા તાલુકાના તળાવો ભરવાની કામગીરી.
7 તાલુકાના 182 તળાવોમાં કામગીરી થશે, અંદાજિત કિંમત ₹ 700 કરોડ.
6150 હેક્ટર વિસ્તારને સિંચાઈ નો લાભ મળશે – કુલ લાભાર્થી 11,000 ખેડૂત.
 
હયાત અને નવીન પાઈપ લાઈન દ્વારા તળાવ જોડાણના કામો
અંદાજિત કિંમત ₹ 625 કરોડ.
ધાનેરા, દિયોદર અને ચાણસ્મા તાલુકાના 99 તળાવોને ફાયદો થશે.
10,000 હેક્ટર વિસ્તારને લાભ–અંદાજીત લાભાર્થી –5000 ખેડૂત 
 
મોઢેરા મોટીદાઉ પાઈપલાઈનને  મુક્તેશ્વર - કર્માવત તળાવ સુધી લંબાવવાની કામગીરી
મહેસાણાના 33 અને બનાસકાંઠા જિલ્લાના 64 ગામોના કુલ 6000 હેક્ટર વિસ્તારને ફાયદો થશે - અંદાજીત લાભાર્થી - 4૦૦૦ ખેડૂત.
મુખ્ય પાઈપલાઈનની લંબાઈ 65 કિ.મી.,વહન ક્ષમતા 200 ક્યુસેક.
અંદાજિત ખર્ચ ₹550 કરોડ.
 
ખારી રૂપેણ પુષ્પાવતી અને અન્ય નદી પરના મોટા ચેકડેમની કામગીરી
ખારી નદી પર કુલ 3, પુષ્પાવતી નદી પર કુલ 13,  રૂપેણ નદી પર કુલ 18, મેશ્વો નદી પર 12 અને દાતા અને અમીરગઢ તાલુકામાં 10 મોટા ચેકડેમની કામગીરી– કુલ 56 ચેકડેમ.
કુલ કિંમત – ₹ 430 કરોડ 
5૦૦૦ હેક્ટર વિસ્તારને ફાયદો થશે – કુલ અંદાજીત લાભાર્થી 9૦૦૦ ખેડૂત.
 
બાલારામ નાની સિંચાઈ યોજનાથી મલાણા અને અન્ય ૩૧ ગામના તળાવો ભરવાની યોજના
કુલ કિંમત – ₹ 145 કરોડ.
3400 હેક્ટર વિસ્તારને ફાયદો –અંદાજીત લાભાર્થી-  4500 ખેડૂત.
 
સાંતલપુર તાલુકાના ૧૧ ગામો માટેની પાઈપલાઈન યોજના 
અંદાજિત રકમ ₹ 126 કરોડ, 83૦૦ હેક્ટર વિસ્તારને ફાયદો.
11 ગામના અંદાજીત 45૦૦ ખેડૂતોને લાભ મળશે.