બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (18:44 IST)

બળદ ગાડું લઈને જતા ખેડૂતના પાછળ દોડ્યો સિંહ, વીડિયો વાયરલ

સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અમરેલીનો છે. આમ તો અમરેલીવાસીઓ માટે સિંહ એટલે શેરીના રખડતા કૂતરા. અહી ઘરનો દરવાજો ખોલો અને શેરીમાં તમારી નજર સામે સિંહ કે સિંહણ ઉભા હોય તેવો દ્રશ્યો લગભગ દરેક અમરેલીવાસીએ નિહાળ્યા છે. ત્યારે રસ્તામાં આવી ચઢેલા એક સિંહને જોઈને બળદ ગાડામા જતા લોકોના જીવ પર જોખમ આવી ગયુ હતું. સિંહે બળદગાડાની પાછળ દોડ લગાવી હતી. માંડ માંડ તેઓનો જીવ બચ્યો હતો. ત્યારે સમગ્ર ઘટના બળદ ગાડામાં બેસેલા એક વ્યક્તિના કેમેરામાં કેદ થઈ હતી. 
 
અમરેલી તાલુકાના તરક તળાવ ગામ નજીક બળદ ગાડું લઈને જતા ખેડૂતના આડો સિંહ ઉતર્યો હતો. અમરેલીના તરક તળાવ ગામના લોકો બળદ ગાડામાં સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યા અચાનક સિંહ આવી ચઢ્યો હતો. જોકે, બળદને જોઈ સિંહ મારણ કરવાની ફિરાકમાં આવ્યો હતો અને બળદ ગાડા પાછળ દોડ્યો હતો. સિંહ પાછળ થતા જ બળદ ગાડામાં બેસેલા લોકો ગભરાયા હતા. તેઓએ બળદ ગાડાને જોરથી દોડાવ્યુ હતું.