સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (15:09 IST)

જૂનાગઢમાં બુલેટ પર રિવોલ્વર કાઢી શખ્સે રોફ માર્યો, વીડિયો વાયરલ થતા પોલીસે ધરપકડ કરી

જૂનાગઢમાં એક યુવકે ચાલુ બુલેટમાં હાથમાં રિવોલ્વર કાઢીને સીન સપાટા મારી રહ્યો હતો. જેનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જેને લઈ પોલીસેતપાસ હાથ ધરતા 18 વર્ષીય હર્ષ દાફડા નામનો જૂનાગઢના મેઘાણી નગરમાં રહેતો યુવક હોવાનું સામે આવ્યુ હતું. તેમજ યુવક તેના પિતાની લાયસન્સ વાળી રીવોલ્વર લઈને નિકળ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. જેના આધારે એલસીબી સ્ટાફે ત્વરીત જ યુવકની ધરપકડ કરી તેની પાસેથી રીવોલ્વર તથા બુલેટ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયાની સાઈટો પર વધુ લાઈક મેળવવા યુવાઓ અનેક જોખમી સ્ટંટ કરી રહ્યા છે. જેના કારણે ઘણીવાર જીવ જોખમમાં મુકાવાની સાથે જાણતા - અજાણતામાં કાયદાના ભંગ પણ કરી નાંખે છે. એવા સમયે યુવાઓ મુશ્કેલીમાં મુકાયાના અનેક કિસ્સા જોવા મળ્યા છે.સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ગઈકાલે જૂનાગઢના એક યુવાને રસ્તા પર ચાલુ બુલેટમાં રિવોલ્વર કાઢીને વીડીયો બનાવ્યો હતો. જેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયોમાં રસ્તા પર બુલેટ બાઈક પર જઈ રહેલો એક યુવક હાથમાં રિવોલ્વર કાઢીને સીન સપાટા મારી રહ્યો હોવાનું જોવા મળ્યુ હતું. યુવક એક હાથે બાઈક ચલાવી રહ્યો છે અને બીજા હાથમાં રિવોલ્વર કાઢીને જાહેરમાં તેનું પ્રદર્શન કરી રહ્યો હતો. તેમજ આ વીડિયો તેણે ઈન્સટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ વાયરલ વીડિયો અંગે પોલીસવડા રવિ તેજા વાસમશેટ્ટીએ આદેશ કરતા એલસીબીની ટીમે તપાસ હાથ ધરતા પોલીસને ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળી હતી કે, વાયરલ વીડિયોમાં દેખાતા યુવકનું નામ હર્ષ મનસુખભાઇ દાફડા રહે. મેઘાણીનગર, જૂનાગઢ વાળો છે. જેથી બાતમીના આધારે આ યુવકને રીલાયન્સ મોલ સામે આવેલી રાજ લક્ષ્મી પાર્ક સોસાયટીના જાહેર રોડ ઉપરથી પોલીસે અટક કરી હતી. જે બાદ તેની અંગજડતી તપાસ કરતા તેના જીન્સના પેન્ટના નેફામાંથી હથિયાર મળી આવ્યો હતું.પોલીસે આ હથિયાર અંગે યુવકની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ હથિયાર તેના પિતા મનસુખભાઇનું લાયસન્સવાળુ છે. ત્યારે પિતાએ પોતાના દિકરાને પોતાનું લાયસન્સવાળુ હથિયાર આપી તેમજ તેના પુત્રએ વગર લાયસન્સે જાહેરમાં ખુલ્લુ હથિયાર રાખી બુલેટ ચલાવતો વીડિયો સોશીયલ મીડીયામાં વાયરલ કરી ગુનો કર્યો હોવાથી હર્ષ દાફડા સામે હથિયારધારા કલમ 25 (1)બીએ, 30, 29 તથા જી.પી.એકટ 135 મુજબ કાર્યવાહી અર્થે જૂનાગઢ સી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હર્ષ પાસેથી ફાયબરના હાથાવાળી એમ.પી. રીવોલ્વર 32 (7.65 મી.મી.) એસ.એ.એફ. કાનપુર (ભારત) બનાવટની રીવોલ્વર કી. રૂ.1 લાખની કબ્જે કરી હતી.