શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (15:33 IST)

અમદાવાદમાં 4 મહિનાના બાળકનું ઓક્સિજન લેવલ 60 પર પહોંચી ગયું, 6 દિવસ હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રહીને કોરોનાને હરાવ્યો

કોરોનાની બીજી લહેરમાં નાની વયના બાળકો પણ સંક્રમિત થયાં છે. ત્યારે આણંદના 4 મહિનાના બાળકને અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં 15 દિવસ સુધી દાખલ કરવામાં આવ્યું હતું. એક સમયે બાળકનું ઓક્સિજન લેવેલ 60 પર પહોંચી જતાં તેને સતત 6 દિવસ સુધી હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. આખરે આ બાળકે કોરોનાને મ્હાત આપી હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદમાં જન્મેલ જુગલ નામનું 4 મહિનાનું બાળક 29 એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયું હતું. જે બાદ ત્યાં આસપાસ કોઈ હોસ્પિટલ નહીં મળતા અમદાવાદમાં ચાંદખેડાની એપલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યું હતું.

બાળકને જન્મ્તાથી જ અન્ય તકલીફ હતી જેથી બાળકનું ઓક્સિજન લેવેલ પણ 60 સુધી પહોચ્યું હતું. ત્યાર બાદ બાળકને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. પરંતુ સ્થિતિ બગડતા હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. 6 દિવસ સુધી હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેર પર રહ્યા બાદ બાળક ધીરે ધીરે સ્વસ્થ થયું અને આજે કોરોના સામે જીતીને ઘરે પરત જઈ રહ્યું છે.બાળકની સારવાર કરનાર એપલ હોસ્પીટલના પીડિયાટ્રીક ડોક્ટર પાર્થ શાહે  જણાવ્યું હતું કે બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યું ત્યારે બાળકને શ્વાસની તકલીફ હતી જેથી તરત જ તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. પરંતુ 24 કલાક બાદ પરિસ્થિતિ નહીં સુધરતા તેને હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. બાળકના ફેફસાં સિવાયના અન્ય અંગ સારી રીતે કામ કરી રહ્યા હતા.પરંતુ બાળકની સ્થિતિ સુધરતી નહોતી. આખરે 6 દિવસ બાદ બાળકની સ્થિતિ સુધરતા વેન્ટીલેટર કાઢી લેવામાં આવ્યું હતું અને બાળક સામાન્ય થયું હતું. 5 દિવસ ઓબ્ઝેર્વેશનમાં રાખ્યા બાદ આજે બાળકને રજા આપવામાં આવી રહી છે.અત્યારે બાળક ફીડીંગ પણ કરી રહ્યું છે માતા સાથે રમી રહ્યું છે.બાળકના પિતાએ જણાવ્યું હતું કે 28 એપ્રિલે બાળકની તબીયત બગડી હતી. જે બાદ આણંદમાં કોઈ હોસ્પીટલમાં જગ્યા નહીં મળતા અમદાવાદ લાવવામાં આવ્યું હતું અને 15 દિવસ બાદ બાળક આજે સાજુ થઈને ઘરે પરત આવી રહ્યું છે. બાળક જન્મ્યું ત્યારે પણ બાળકની હાર્ટની નડી બ્લોક હતી જેથી 14 જાન્યુઆરીએ પણ સર્જરી કરવામાં આવી હતી. બાળક અગાઉ 51 દિવસ હોસ્પીટલમાં રહ્યું હતું અને 2 મહિના બીજી દવા ચાલુ જ હતી તે દરમિયાન કોરોનાથી સંક્રમિત થઈને ફરીથી સાજુ થયું છે.