બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 ઑગસ્ટ 2022 (11:52 IST)

ગુજરાતમાં કુલ વેક્સિનેશન ડોઝ હવે ૧૨ કરોડની નજીક

ગુજરાતમાં કુલ વેક્સિનેશન ડોઝ હવે ૧૨ કરોડની નજીક છે.  વેક્સિનેશન ડોઝનો આંક ૧૨  કરોડને પાર થયો હોય તેવું બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ ગુજરાત દેશનું સાતમું રાજ્ય બનશે.
 
ગુજરાતમાં રવિવારે સાંજની સ્થિતિએ કુલ વેક્સિનેશન ડોઝ ૧૧.૯૯ કરોડ છે. આ પૈકી ૫.૪૩ કરોડ પ્રથમ ડોઝ, ૫.૩૭ કરોડ બીજો ડોઝ જ્યારે ૧.૧૯ કરોડ પ્રીકોશન ડોઝ લઇ ચૂક્યા છે. વેક્સિનથી સુરક્ષિત થનારાઓમાં ૫.૮૮ કરોડ પુરુષ અને ૪.૯૨ કરોડ મહિલાઓ છે. ૯.૮૧ કરોડ દ્વારા કોવિશિલ્ડ, ૧.૮૨ કરોડ દ્વારર્કોવેક્સિન લેવામાં આવી છે. વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો ૧૨થી ૧૪માં ૩૪.૮૬ લાખ, ૧૫થી ૧૭માં ૬૦.૦૩ લાખ, ૧૮થી ૪૪માં ૬.૨૫ કરોડ, ૪૫થી ૬૦માં ૨.૩૮ કરોડ જ્યારે ૬૦થી વધુમાં ૧.૭૨ કરોડ દ્વારા વેક્સિનના ડોઝ લેવામાં આવ્યા છે.