શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 મે 2022 (11:29 IST)

કામદારનું માથુ માલવાહક લિફ્ટમાં આવી જતાં ધડથી અલગ થઈ ગયું

વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીમાં આવેલી સન પ્લાન્ટ કંપનીમાં સામાન લઈ જવાની લિફ્ટમાં કામદારનું માથું બહાર રહી જતા કામદારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ દાદરા નગર હવેલીના પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

વલસાડ જિલ્લાને અડીના આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સન પ્લાન્ટ કંપનીમાં સામાન લઈ જવા માટે બનાવેલી લિફ્ટમાં સાગર શર્મા નામના 27 વર્ષીય યુવકની ગરદન લિફ્ટની બહાર રહી જતા કમકમાટી ભરી દુઘટનામાં કામદારનું મોત નીપજ્યું હતું. ગરદન ફસાઈ ગઈ હતી તે દરમ્યાન લિફ્ટ ચાલુ થઈ જતા સાગરની ગરદન અને ધડ અલગ થઈ ગયા હતા.ઘટનાની જાણ કંપનીના કામદારો અને સંચાલકને થતા તેમને ઘટના અંગે નજીકના પોલીસ મથકે ઘટનાની જાણ કરી હતી. દાદરા નગર હવેલીના પોલીસ અધિકારીઓ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. દાદરા નગર હવેલીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.