સુરતમાં જ્વેલર્સના કારખાનામાં ચોરીનો પ્લાન બનાવી, કરી 1.41 કરોડના સોનાની ચોરી
પોતાના શેઠમાં ત્યાં જ બંગાળી કારીગરોએ ખાતર પાડ્યું, કરી 1.41 કરોડના સોનાની ચોરી
સુરત: દેવું ચૂકવવા કારીગરોએ ઘડ્યો માસ્ટર પ્લાન, કરી 1.41 કરોડના સોનાની ચોરી
જો તમારે ત્યા બંગાળી કારીગર કામ કરતો હોય તો ચેતી જજો. કારણ કે આ બંગાળી કારીગરો તમારી દુકાન કે ઓફિસને પણ નિશાન બનાવી શકે છે. સુરતમા કંઇક આ જ રીતનો કિસ્સો સામે આવ્યો છે. ચાર વર્ષ અગાઉ નોકરી કરતા બંગાળી કારીગરે અન્ય આરોપી સાથે મળીને જવેલર્સના કારખાનાંમા ચોરીનો પ્લાન બનાવી રુ 1.41 કરોડની ચોરીને અંજામ આપી ભાગી છુટયા હતા. જો કે ક્રાઇમબ્રાંચની ટીમે આ તમામ આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. જેઓની પાસેથી પોલીસે રુ 31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રુપિયાની બંગાળી લાલચમાં કારીગરોએ પોતાના જ માલિકને કરોડો રુપિુયાનો ચુનો ચોપડયો હતો. તેઓને એમ હતુ કે કરોડો રુપિયાની ચોરી કરી તેઓ પોતાના વતન ભાગી જશે, જો કે પોલીસે તેઓની આ ઇચ્છા પર પાણી ફેરવી દીધુ હતુ અને તેઓને જેલ ભેગા કર્યા હતા. વાત જાણે એમ છે કે વરાછા વિસ્તારમા આવેલી ડેઝલ જવેલર્સમા રાત્રિના દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા લોખંડની જાળી તોડી રુ 1.41 કરોડના સોનાના પાવડરની ચોરી કરી નાસી છૂટયા હતા. કરોડો રુપિયાની ચોરીના પગલે શહેરની તમામ પોલીસ દોડતી થઇ હતી. ત્યારે બીજી તરફ ક્રાઇમબ્રાંચ દ્વારા પણ આરોપીને ઝડપી પાડવા માટે સીસીટીવી ફુટેજના આઘારે તપાસ હાથ ધરી હતી. જે ફુટેજ અને બાતમીના આઘારે ચોરી કરનાર ગેંગના 9 આરોપીઓને ઝડપી પાડયા હતા.
આરોપી પૈકી અરમાન અને લાલનને રુપિયાની જરુર હતી, તેઓ પર લાખ્ખો રુપિયાનુ દેવુ થઇ ગયુ હતુ. જે દેવુ ચુકવવા માટે તેઓએ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેઓ એવા ટીપરની રાહ જોઇને બેઠા હતા કે તે તેઓને કરોડો રુપિયાની ચોરી પર હાથ ફેરો કરાવી આપે. આ દરમિયાન તેઓ દેવાશીષ સામંતોના સંપર્કમા આવ્યા હતા. દેવાશીષ અગાઉ ચાર વર્ષ અગાઉ ડેઝલ જવેલર્સમા કામ કરતો હતો. જેને જાણ હતી કે આખેઆખા કારખાનામા કઇ રીતે સોનાનો વેપાર થાય અને તેને ક્યાં રાખવામા આવે છે.
આ ઉપરાત ચોરી કરવા માટે કારખાનામા કઇ રીતે જઇ શકાય. આ ચોરી કરવા માટે તેઓએ દિલ્હીથી અરમાન મંડલને સુરત બોલાવ્યો હતો. બાદમા અન્ય આરોપીઓ સાથે મળી તેઓએ ચોરીનો પ્લાન ઘડી કાઢયો હતો. અગાઉ 2જી ફેબ્રુઆરીના રોજ આ તમામ આરોપીઓ દ્વારા આ કારખાનામા ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે કારખાનાની જાળી તુટી ન શકતા તેઓ ત્યાથી ભાગી છુટયા હતા. બાદમા ફરી તેઓ દ્નવારા આખેઆખો પ્લાન ઘ઼ડી કાઢવામા આવ્યો હતો અને 15મી ફેબ્રુઆરીના રોજ ચોરીની ઘટનાને કઇ રીતે અંજામ આપવો તે અંગે માસ્ટર પ્લાન ઘડી કાઢયો હતો.
રાત્રિ દરમિયાન કારખાનાની પાછળના ભાગમા આવેલી જાળી તોડી રુ 1.41 કરોડના ગોલ્ડ પાઉડરની ચોરી કરી તેઓ ભાગી છુટયા હતા. બાદમા મહિધરપુરા ખાતે રહેતા આરોપીઓના ઘરમા ગોલ્ડ પાઉડર ગાળી લગડી બનાવી દીધી હતી જેને વેચીને રુ 1.88 લાખ મેળવી લીધા હતા. બાદમા અન્ય લગડી વેચવાની તેઓ ફરીકમા ફરી રહ્યા હતા.
જે રીતે ફરિયાદમા રુ 1.41 કરોડનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. જો કે બીજી તરફ પોલીસ દ્વારા મેળવાયેલો મુદ્દામાલ રુ 28 લાખનો જ થાય છે. આરોપીઓ દ્વારા સ્વીકાર કરવામા આવ્યો છે કે તેઓ દ્વારા ચોરી કરવામા આવેલ ગોલ્ડ પાઉડર માથી આટલા જ મુદ્દામાલની લગ઼ડી બની છે. હવે જોવાનુ રહ્યુ કે ફરિયાદી દ્વારા આપવામા આવેલી ફરિયાદની રકમ ખોટી છે કે પછી આરોપી જુઠ્ઠાણુ ચલાવી રહ્યા છે.
1. લાલન શેખ
2.અરમાન મંડલ
3. સાકીબ શેખ
4.રાહુલ શેખ
5.નુરહસન શેખ
6.પ્રંશાતજી દાસ
7.સુજય દાસ
8.દેવાઆશીષ સામંતો
9.જાફર શેખ