1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (15:18 IST)

ઘરના આંગણામાં રમતા 6 બાળકના ગળા પર દોરી ફરી વળતાં 30 ટાંકા આવ્યા

ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ તેમ દોરીના લીધે ઇજાની ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ દાહોદ શહેરમાં એક છ વર્ષીય બાળકના ગળાના ભાગે પતંગની દોરી ફરી વળતા બાળકનું ગળું કપાઈ ગળું છે. બાળકને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને  તાત્કાલીક બાળકને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતા તેના ગળાના ભાગે કુલ ૩૦ ટાંકા લેવામાં આવ્યા છે.
 
દાહોદ શહેરના મોચીવાડ વિસ્તાર ખાતે રહેતા ૬ વર્ષીય મહંમદ હસનેન ઈમરાન શેખ સવારના સમયે પોતાના ઘરના આંગણામાં રમતો રહ્યો હતો તે સમયે પતંગની ધારદાર દોરી મહંમદના ગળા તરફ ફરી વળી હતી અને જોતજોતામાં મહંમદ લોહીલુહાણ થઈ ગયો હતો.
 
પરિવારજનોને જાણ થતા તેઓએ ઈજાગ્રસ્ત બાળક મહંમદને લઈ દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે પહોચી ગયા હતા. તબીબો દ્વારા ગંભીર ઈજાગ્રસ્ત મહંમદના ગળાના અંદરના ભાગે ૧૦ ટકા ગળાના અંદરના ભાગે અને ર૦ ટાકા ઉપરના ભાગે એમ કુલ ૩૦ ટકા લેવામાં આવ્યા હતા હાલ બાળકની તબીયત સારી છે.
 
ઉલ્લેખનીય છે કે, શનિવારે ભરૂચમાં એક્ટિવા પર જઈ રહેલી મહિલાના ગળામાં દોરી આવી જતાં મહિલાનું મોત થયું હતું જયારે રવિવારે પણ ભરૂચમાં એક આધેડ અને એક યુવાનનું ગળુ કપાતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.