બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2023 (18:37 IST)

ગુજરાતના પોલીસ વિભાગમાં આટલી ભરતી થશે, વિધાનસભામાં હર્ષ સંઘવીની જાહેરાત

harsh sanghav
ગુજરાતના યુવાનો જે સરકારી નોકરીની તૈયારી કરે છે એમાં પણ ખાસ કરીને પોલીસ ખાતામાં નોકરી મેળવા ઈચ્છે છે તેમના માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રીએ નવી પોલીસ ભરતી બાબતે મોટી જાણકારી આપી હતી.

તેમણે ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેની પ્રેક્ટીકલ પરીક્ષાનું આયોજન ઉનાળો પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 9 વર્ષમાં 60 હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરી છે. આ પૂર્વે પોલીસના મહેકમમાં સતત નોંધપાત્ર ઘટાડો જ રહેતો હતો. પરંતુ છેલ્લા 9 વર્ષથી ભરતીની પ્રક્રિયા સારી થઈ હોવાથી મહેકમમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.