1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. TMC MP Yusuf Pathan praises BJP

બીજેપી ગુજરાતમાં 40-50 વર્ષ સુધી નહી હારે, યૂસુફ પઠાને બંગાળ ચૂંટણીમાં TMC ને જ આપ્યો ઝટકો, જાણો કેવી રીતે

TMC MP Yusuf Pathan praises BJP
TMC MP Yusuf Pathan praises BJP
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂળ કોંગ્રેસને સત્તામાં કાયમ રાખવા માટે મમતા બેનર્જી આરપારની લડાઈ લડી રહી છે. પણ પાર્ટીના બહરામપુરથી લોકસભાના ઉમેદવાર યૂસુફ પઠાણે પોતાના એક નિવેદનથી ટીએમસીને મુશ્કેલીમાં નાખી દીધુ છે. 

 
ઉલ્લેખનીય છે કે યૂસુફ પઠાણ રવિવારે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મતદાન કરવા માટે ગુજરાત આવ્યા હતા. વડોદરામાં પત્ની અને ઇતા સાથે મતદાન કર્યા પછી તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે ગુજરાતમાં બીજેપીને હટાવવી મુશ્કેલ છે.  અહી દસકો સુધી હજુ પણ બીજેપીનુ શાસન રહેશે. યૂસુફ પઠાણના કહેવાનો ઉદ્દેશ્ય હતો કે આગામી 40-50 વર્ષ સુધી બીજેપી રહેશે.  

 

યુસુફ પઠાણના નિવેદનથી બંગાળના રાજકારણમાં ગરમાવો
 

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન પૂર્વે ભાજપે TMC સાંસદ યુસુફ પઠાણનો એક વીડિયો શેર કરીને નવો વિવાદ છેડ્યો છે. આ વીડિયોમાં પઠાણ સ્વીકારતા જોવા મળે છે કે ગુજરાતમાં આગામી 40-50 વર્ષ સુધી ભાજપને કોઈ હરાવી શકશે નહીં, કારણ કે જે ટીમ મજબૂત હોય અને લોકો માટે કામ કરતી હોય તે જ સત્તામાં રહે છે. ભાજપે આ નિવેદનને પાયો બનાવીને દાવો કર્યો છે કે યુસુફ પઠાણ પોતે ગુજરાતમાં રહેતા હોવાથી ભાજપ સરકારના સુશાસન અને વિકાસના મૂલ્યને સારી રીતે સમજે છે. મમતા બેનર્જીની પાર્ટી માટે આ નિવેદન અત્યંત મુશ્કેલ સ્થિતિ પેદા કરનારું સાબિત થઈ રહ્યું છે.

TMC માટે પડકાર અને ભાજપનો વ્યૂહાત્મક પ્રહાર
 

2024માં બહેરામપુર બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવનાર યુસુફ પઠાણ TMCનો મોટો મુસ્લિમ ચહેરો ગણાય છે. જોકે, તેમના આ તાજેતરના નિવેદન બાદ ભાજપે તેમને 'હિટ વિકેટ' ગણાવીને મજાક ઉડાવી છે અને ગુજરાત મોડેલના વખાણનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર પણ યુસુફ પઠાણ લોકોના નિશાના પર આવ્યા છે. બંગાળમાં જ્યારે ભાજપ અને TMC વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે ત્યારે પોતાના જ સાંસદ દ્વારા વિરોધ પક્ષના શાસનની પ્રશંસા થતા TMC છાવણીમાં દોડધામ મચી ગઈ છે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
Gujarat Local Body Election Result Live - ગુજરાતનો મહાજંગ: કોણ બનશે જનતાનો તાજ? પક્ષવાર સ્થિતિ