1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. GSEB Result 2026 Date

GSEB બોર્ડ રિઝલ્ટ 2026: ધોરણ 10 અને 12ના 15 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, જાણો ક્યારે આવશે પરિણામ

ssc board result 2026
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા વર્ષ 2026ની ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ની પરીક્ષાઓના પરિણામો જાહેર કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાઓના ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણતાના આરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી મે મહિનામાં તબક્કાવાર રીતે તમામ પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવશે.
 

ક્યારે જાહેર થઈ શકે છે પરિણામ?  
 

બોર્ડ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ સૌથી પહેલા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. સંભવિત સમયપત્રક નીચે મુજબ છે:
 

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ: મે 2026 ના પ્રથમ સપ્તાહમાં.

 

ધો. 12 સામાન્ય પ્રવાહ પરિણામ: મે 2026 ના બીજા સપ્તાહમાં.

 

ધોરણ 10 (SSC)  પરિણામ : મે 2026 ના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં.

 

પરિણામ ચેક કરવાની રીતો: વેબસાઈટ અને WhatsApp
 

વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે ટ્રાફિકને કારણે વેબસાઈટ ધીમી પડે ત્યારે વૈકલ્પિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે:
 
1. સત્તાવાર વેબસાઇટ દ્વારા:
 
સૌથી પહેલા gseb.org પર જાઓ.
 
હોમ પેજ પર 'SSC' અથવા 'HSC' રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
 
તમારો 6-અંકનો સીટ નંબર (Seat Number) દાખલ કરીને ''send'' બટન દબાવો.
 
2. WhatsApp દ્વારા (સૌથી ઝડપી રીત):
 
તમારા મોબાઈલમાં બોર્ડનો સત્તાવાર નંબર 6357300971 સેવ કરો.
 
WhatsApp પર આ નંબર પર તમારો સીટ નંબર લખીને મેસેજ કરો.
 
વળતા મેસેજમાં તમને તમારું પરિણામ તરત જ મળી જશે.
 

વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ
 

બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓનલાઇન જોવા મળતું પરિણામ માત્ર વિદ્યાર્થીઓની તાત્કાલિક જાણકારી માટે છે. આ ડિજિટલ માર્કશીટ કામચલાઉ ગણાશે. પ્રવેશ પ્રક્રિયા (Admission) માટે વિદ્યાર્થીઓએ પોતાની શાળામાંથી મળતી અસલ માર્કશીટ જ રજૂ કરવાની રહેશે. પરિણામ જાહેર થયાના 7 થી 10 દિવસમાં શાળાઓ દ્વારા ઓરિજિનલ માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.
 
બોર્ડના અધિકારીઓએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે પરિણામના દિવસે અગાઉથી જ પોતાનો સીટ નંબર તૈયાર રાખવો જેથી રિઝલ્ટ જોવામાં સરળતા રહે.
 
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો