સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (10:52 IST)

આજે અમદાવાદીઓને કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત, ઓરેજ એલર્ટ જાહેર

Weather
રાજયનાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે. અમદાવાદ અને ગાંધીનગ૨ ખાતે હજુ કાળઝાળ ગ૨મી આગામી દિવસોમાં પણ યથાવત ૨હેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
 
અમદાવાદમાં આજે ગરમીથી આંશિક રાહત અનુભવાશે. બે દિવસ બાદ રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે મોટા ભાગના વિસ્તારોમા ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું જોર વધશે.
 
પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધશે. રાજ્ય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેજ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. મોટા ભાગના વિસ્તારોમા ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર થશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું જોર વધશે.
 
જો કે સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાસ કરીને હાલ સુરેન્દ્રનગ૨-રાજકોટ-અમરેલી અને કચ્છ વિસ્તા૨માં આકરા તાપમાનં આંશિક રાહત ૨હેશે અને ઉપરોક્ત સ્થળોએ આવતા ચા૨-પાંચ દિવસ માટે મહતમ તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ નોંધાશે. તેમજ દરીયાકાંઠાનાં વિસ્તારોમાં તાપમાન ૩૨ થી ૩૭ ડિગ્રી આસપાસ નોંધાય તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
 
તેમજ પવનની ઝડપ ૧૫ કિ.મી. પ્રતિકલાક નોંધાવા પામી હતી. આજે શહે૨નું મહતમ તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ નોંધાય તેવી શક્યતા છે. દ૨મ્યાન આજરોજ સવારે શહે૨માં ભેજવાળુ વાતાવ૨ણ ૨હેવા પામ્યુ હતું. આજે સવારે ૮.૩૦ કલાકે શહે૨નું તાપમાન ૨૯ ડિગ્રી નોંધાયુ હતું અને લઘુતમ તાપમાન ૨૬ ડિગ્રી ૨હેવા પામ્યુ હતું. તેમજ સવારે હવામાં ભેજ ૭૬ ટકા રહ્યો હતો અને પવનની ઝડપ સરેરાશ ૧૨ કી.મી. ૨હેવા પામી હતી.