ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 નવેમ્બર 2023 (13:26 IST)

અમદાવાદના ટોમેટોસ રેસ્ટોરન્ટમાં વેજ મેક્સિકન હોટપોટમાંથી ચિકન નીકળ્યું

Tomatoes Restaurant
Tomatoes Restaurant
અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા ટોમેટોસ રેસ્ટોરન્ટમાં એક યુવક મિત્રો સાથે જમવા ગયો હતો. જ્યાં યુવકે જમવામાં વેજ મેક્સિકન હોટપોટનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે જમાવનું શરૂ કર્યું, ત્યારે જમવાનું શંકાસ્પદ લાગતા ચેક કર્યું હતું. શંકાસ્પદ જમવાનું ચેક કરતાની સાથે જ તેઓના હોશ ઊડી ગયા હતા. કારણ કે, અંદરથી ચિકન નીકળ્યું હતું. આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને વાત કરી ત્યારે તેને કબૂલ્યું, પરંતુ કોઈ જવાબ ન આપ્યો. જેથી યુવકે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી છે.

જમવામાં જીવાત નીકળવી તો હવે સામાન્ય થયું છે, પરંતુ અમદાવાદમાં એક યુવકે જમવામાં વેજ વસ્તુ મંગાવી અને જમવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે જમવામાં ચિકન આવી ગયું છે. અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા ટોમેટોસ રેસ્ટોરન્માં ગઈકાલે રાત્રે મીત રાવલ નામનો યુવક તેના મિત્રો સાથે જમવા ગયો હતો. જમવામાં મીતે વેજ મેક્સિકન હોટપોટ, ચોકલેટ ટ્રફલ, દાળ મખની, પરાઠા, રાઈસ અને ગુલાબજાંબુ મંગાવ્યાં હતાં. આ ઓર્ડર માટે તેણે 1926 રૂપિયા ચૂકવ્યા હતા. જેમાં વેજ મેક્સિકન હોટપોટ માટે 655 રૂપિયા ચૂકવ્યા હતા. ઓર્ડર આવ્યા બાદ રેસ્ટોરન્ટમાં જ મીત તેના મિત્રો સાથે જમી રહ્યો હતો. તે દરમિયાન હોટપોટ શંકાસ્પદ લાગ્યું, જેથી અંદર તપાસ કરી તો હોટપોટમાં ચિકન મળી આવ્યું હતું. વેજ મેક્સિકન હોટપોટ ઓર્ડર કર્યું, છતાં તેમાં ચિકન આવતા તમામ રોષે ભરાયા હતા. મીતે આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને બોલાવીને ફરિયાદ કરી ત્યારે મેનેજરને કબૂલ્યું કે, તમે વેજ જ ઓર્ડર કર્યો હતો. પરંતુ જ્યારે મીતે માલિક સાથે સંપર્ક કરી ફરિયાદ કરવાનું જણાવ્યું ત્યારે મેનેજર દ્વારા કોઈ જવાબ ન આપીને ગોળગોળ વાતો કરવામાં આવતી હતી. મીતે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી છે.