1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 નવેમ્બર 2023 (13:14 IST)

બોરસદ-રાસ રોડ ઉપર એક્ટિવામાં જતા પરિવારને કારે ઉલાળ્યા, પિતા-પુત્રીનાં સ્થળ પર જ મોત

car activa accident
car activa accident
Accident in Gujarat - આણંદના બોરસદ-રાસ રોડ ઉપર એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક્ટિવામાં બેસીને જઈ રહેલા પરિવારને સ્વીફ્ટ કારે ફૂટબોલની જેમ રોડ પર ઉછાડ્યા હતા. જેથી પિતા તેમજ બે પુત્રીઓ રોડ પર નીચે પટકાયા હતા. જ્યારે માતા 15 ફૂટ ઉછળી રોડથી દૂર બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પિતાનું સારવારમાં મોત થયું હતું. તેમજ માતા અને એક પુત્રી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે રોડ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ મહેસાણામાં ટ્રકે એક રીક્ષાને ટક્કર મારતા એક જ ગામના ચાર લોકોના મોત થયા હતા. ત્યારે આજે આણંદ જિલ્લામાંથી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારનો માળો વિખેરાયો હતો. એક્ટિવા પર જઈ રહેલા પરિવારને એક કાર ચાલકે અડફેટે લીધા હતા. કાર ચાલકે જોરદાર ટક્કર મારતા માતા-પિતા અને બે પુત્રી ફંગોળાઈ ગયા હતા.આ અકસ્માતના CCTV પણ સામે આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી પિતા અને પુત્રી ફૂટબોલની જેમ ઉછળીને રોડ પર નીચે પટકાયા હતા. તેમજ માતા 15 ફૂટ ઉછળી બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી. પિતા અને પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. થોડી ગફલતના કારણે બે લોકોની જીંદગી રોડ પર જ ખતમ થઈ ગઈ હતી. તેમજ માતાને અને અન્ય પુત્રીને પણ ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ અકસ્માત બાદ કાર ચાલક બોરસદ રૂલર પોલીસ મથકે હાજર થયો હતો.