સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 નવેમ્બર 2023 (15:28 IST)

અમદાવાદમાં મળી યુવાનની ધડ વગરની લાશ

અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી મકરબા કોર્પોરેટ રોડ પાસે ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસ ઘટનાસ્થળે લાશ માથું અને શરીર ભાગ અલગથી કાપેલી હાલતમાં મળી આવી છે. પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાની આશંકા છે.

અજાણ્યા પુરુષની લાશ 15 દિવસ જૂની હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. સ્થાનિકોને અતિશય દુર્ગંધ આવવાથી જાણ કરાવવામાં આવી . 
 
અમદાવાદના મકરબા કોર્પોરેટ રોડ પાસે ગ્રીન એકર બિલ્ડિંગ નજીક આનંદનગરમાંથી ધડ વગરની યુવાનની લાશ મળી આવી છે. માથું અને શરીર અલગથી કપાયેલી હાલતમાં મળી આવ્યા છે. પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાની આશંકા શેવાઈ રહી છે. માથા વગરનો આ મૃતદેહ જોઇ પહેલા તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. બાદમાં આસપાસના સ્થાનિકો અને પોલીસને જાણ કરનાર વ્યક્તિથી માહિતી એકત્રિત કરી પોલીસે તપાસ શરૂ કરી હતી.