બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 19 એપ્રિલ 2024 (17:57 IST)

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, આ શહેરોમાં કરાઇ હીટવેવની આગાહી

heat wave
heat wave


ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી કરાઇ છે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર થયુ છે. ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં 41.4 તથા વડોદરામાં 41.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી પડવાની આગાહી કરાઇ છે.


વામાન નિષ્ણાતો હજુ વધારે ગરમી પડવાની આગાહી કરી રહ્યા છે. રાજ્યના કેટલાક શહેરોમાં આકરી ગરમી પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે. અને સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ તાપમાન રહેશે. 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું છે. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 42.2 ડિગ્રી રહ્યું છે. તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી છે. પોરબંદર, ભાવનગર, જૂનાગઢમાં હીટવેવની આગાહી છે. તેમજ અમદાવાદમાં 41.6 ડિગ્રી તથા ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન છે.વલ્લભ વિદ્યાનગરમાં 41.4, વડોદરામાં 41.5 ડિગ્રી તથા કંડલામાં 41.1 ડિગ્રી, અમરેલીમાં 42.2 ડિગ્રી તેમજ રાજકોટમાં 41.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી અને મહુવામાં 40.2 ડિગ્રી, કેશોદમાં 41.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમાં પોરબંદર, ભાવનગર, જૂનાગઢમાં હીટવેવની આગાહી છે. વાતાવરણમાં પલટા પછી ફરી એકવાર સમગ્ર રાજ્ય ગરમીમાં શેકાવા લાગ્યું છે. તાપમાનનો પારો સતત વધતો જઇ રહ્યો છે.