મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 ડિસેમ્બર 2023 (13:25 IST)

અમદાવાદ-સુરત NH-48 પર વડોદરા પાસે ટ્રાફિકજામ, 3 કિમી સુધી વાહનોની લાઈનો

Traffic jam near Vadodara on Ahmedabad-Surat NH-48
Traffic jam near Vadodara on Ahmedabad-Surat NH-48
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે હાઈવે પર ગાબડાં પડી જતાં સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિકજામ થયો છે. અવારનવાર આ પ્રકારે ભારે ટ્રાફિકજામ થતાં વાહનચાલકો અટવાઇ ગયા છે. જેને કારણે વાહનચાલકો જ નહીં પરંતુ આસપાસમાં રહેતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વડોદરા પાસે નેશનલ હાઇવે પર આજે 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે.

જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા.  ગઈકાલની જેમ જ આજે સવારે પણ ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી છે. ટ્રાફિકજામ થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અમદાવાદથી સુરત અને મુંબઈ તરફ જઈ રહેલા લોકોને મુશ્કેલી પડી રહી છે. એક તરફની લેનમાં ભારે ટ્રાફિકજામ થયો છે, જેને કારણે વાહનોની વણજાર લાગી રહી છે. વાહનચાલકો પરેશાન થઈ જતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાય જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યાથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.