શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (09:53 IST)

ટ્રેનમાં આંગડીયા કર્મચારીને માર મારીને લૂંટારાઓ બેગ લઇને ફરાર

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં વલસાડથી સુરત જતા આંગડિયા પેઢીના કર્મચારીને 5 જેટલા ઈસમો ધારદાર હથિયાર વડે માથાના ભાગે ઈજા પહોંચાડી કર્મચારી પાસે રાખેલ થેલો લઈને ફરાર થઈ ગયા હતા. વલસાડ ખાતે રહેતા પ્રવિણસિંહ પ્રતાપસિંહ રાજપૂત વલસાડ ખાતે આવેલ અમરત કાંતિલાલ એન્ડ કુ.માં આંગડિયા પેઢીમાં વલસાડથી સુરત આંગડિયા માટે ડિલિવરીમેનનું કામ કરે છે. જે મંગળવારની રાત્રે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત જવા માટે જનરલ ડબ્બામાં બેસ્યા હતા. 
 
આ દરમિયાન તેમની નજીક જ ડબ્બામાં દરવાજા પાસે પાંચેક ઈસમો ઉભા હતા. જેમાંથી ત્રણ ઈસમો પ્રવિણસિંહની પાસે આવી બેગને ઝુટવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને માથાના ભાગે ઈજા કરી તેમની પાસે રાખેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા.
ઘટના બાદ પ્રવિણસિંહ રાજપૂત ને માથાના ભાગે ઈજા થતા ટ્રેન નવસારીમાં આવતા તેમાંથી ઉતારી ને પ્રાથમિક સારવાર નવસારી સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાને પગલે રેલવે પોલીસ ના ડીવાયએસપી સહિતના લોકો નવસારી ધસી આવી તપાસ હાથ ધરી હતી.