મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 3 જૂન 2021 (19:33 IST)

આઈસોલેશનથી કંટાળેલી સાસુએ વહુને ગળે ભેટીને કરી કોરોના પોઝીટીવ અને બોલી મારા મર્યા પછી તુ સુખી રહેવા માંગે છે

કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી આઈસોલેશનમાં રહેવાથી પરેશાન એક મહિલાએ  વિચિત્ર પગલુ ઉઠાવ્યુ.. કોરોના પોઝીટીવ મહિલાએ વહુ ગળે ભેટીને તેને પણ કોરોના પોઝીટીવ કરી નાખી. કારણ કે મહિલા એ વાતથી પરેશાન હતી કે તેને ઘરમાં કોઈને મળવા દેવામાં નહોતી આવતી. તેને ઘરમાં એકલી બંધ કરી દેવામાં આવી હતી. .

આ કેસ તેલંગાનાનો છે. જ્યાં કોવિડ ટેસ્ટમાં પોઝીટીવ જોવા મળેલી મહિલાને ઘરમાં જ આઈસોલેટ કરવામાં આવી હતી. પરિવારના લોકોએ તેને મળવાનુ બંધ કરી દીધુ. કારણ કે બીજા લોકોને પણ સંક્રમણ ફેલવાનો ખતરો હતો. આ વાતથી મહિલા એટલી નારાજ થઈ કે તેણે બળજબરીથી પોતાના વહુને ગળે ભેટી પડી અને તેને પણ પોઝીટીવ કરી નાખી. 
 
વહુના કોરોના પૉઝીટીવ આવ્યા પછી તેને સોમારીપેટા ગામના ઘરમાંથી બહાર કાઢી નાખી. મજબૂરીમાં તેની બહેન તેને રાજન્ના સિરસિલા જિલ્લામાં થિમ્માપુર ગામમાં તેના માતા-પિતાના ઘરે લઈ ગઈ.  એક ઈંટરવ્યુ દરમિયાન વહુએ જણાવ્યુ કે તેની વહુ એ વાતથી ખિજવાઈ ગઈ હતી કે કોરોના પોઝીટીવ આવ્યા પછી પરિવારના બધા લોકો તેનાથી દૂર થઈ ગયા હતા. 
 
વહુએ સ્વાસ્થ્ય અધિકારીઓને જણાવ્યુ કે - મારી સાસુએ મને એવુ કહીને ગળે ભેટી કે તારે પણ કોરોના સંક્રમિત થવુ જોઈએ.  વહુએ કહ્યુ કે કોરોના સંક્રમિત થયા પછી તેની સાસુને પરિવારના લોકોએ જુદી પાડી દીધી હતી અને તેને સૌથી અલગ બીજા સ્થાન પર ભોજન આપવામાં આવતુ. પૌત્ર-પૌત્રીઓને પણ તેમની નિકટ જવા દેતા નહોતા. આ જ બધી વાત તેમને દુખી કરતી હતી. 
 
આઈસોલેશનથી પરેશાન સાસુ પોતાની વહુને પણ સંક્રમિત કરવા માંગતી હતી. સાસુએ પરિવારના લોકોને કહ્યુ મારા મર્યા પછી તમે બધા સુખી રહેવા માંગો છો ? આવુ કહીને તે વહુને બળજબરીથી ગળે ભેટી પડી. જેનાથી વહુ પણ સંક્રમિત થઈ ગઈ. હવે તેની સારવાર ચાલી રહી છે. તે પોતાની બહેનના ઘરે આઈસોલેશનમાં છે. 
 
a