રવિવાર, 4 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated: શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (15:03 IST)

11મા ધોરણના વિદ્યાર્થી સાથે મહિલા ટીચર ફરાર રોજ 4 કલાક ટ્યુશન ભણાતી હતી

હરિયાણાના પાણીપત શહેરથી શિક્ષક-વિદ્યાર્થીના પવિત્ર સંબંધને દૂષિત કરનારી એક ઘટના સામે આવી છે. આરોપ છે કે એક ખાનગી શાળાના એક શિક્ષકે 17 વર્ષીય વિદ્યાર્થીને ફસાવી તેની સાથે ફરાર થઈ ગઈ.  
પાણીપતની દેશરાજ કોલોનીની એક ખાનગી શાળામાં ભણાતી આ શિક્ષિકા છૂટાછેડા લીધેલ છે અને તે તેના પીયરમાં રહેતી હતી.
 
17 વર્ષનો વિદ્યાર્થી શિક્ષક સાથે ગુમ થયો 
વિદ્યાર્થીના પિતાએ જિલ્લા પોલીસ થાનામાં રિપોર્ટમાં જણાવ્યુ કે તેનો દીકરોઇ દરરોજની જેમ 29 મેના રોજ બપોરે 2 વાગ્યે લેડી ટીચરના ઘરે ટ્યુશન માટે ગયો હતો, પરંતુ પરત ઘરે નથી આવ્યો. ટીચરના પરિવારજનોએ  પહેલા ઘણા કલાકો સુધી કંઇ કહ્યું નહીં, ત્યારબાદ શિક્ષકના પિતાએ પુત્રીના ગાયબ હોવા અંગે માહિતી આપી.
 
લેડી ટીચરના ઘરે ટ્યુશન ભણવા ગયો હતો વિદ્યાર્થી 
પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસ શિક્ષક અને વિદ્યાર્થીની શોધ કરી રહી છે, પરંતુ હજી સુધી બન્નેના કોઈ સબૂત નથી મળ્યો. ગુમ થયા પછીથી જ બન્નેના મોબાઇલ ફોન સ્વીચ ઓફ 
છે. પોલીસને અપાયેલી ફરિયાદમાં વિદ્યાર્થીના પિતાએ કહ્યું છે કે તેનો પુત્ર 11 વર્ગનો વિદ્યાર્થી છે અને આરોપી મહિલા તેની ક્લાસ ટીચર છે. 
 
છોકરાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી 
સગીર વિદ્યાર્થી છેલ્લા બે વર્ષથી શિક્ષકના ઘરે ટ્યુશન માટે જતા હતા. જ્યારે શાળા લોકડાઉનમાં બંધ હતી, ત્યારે વિદ્યાર્થી દરરોજ ચાર કલાકના ટ્યુશન માટે શિક્ષકના ઘરે જતો હતો. બંને 29 મી મેના રોજ અચાનક
 ગુમ થઈ ગયા. રસપ્રદ વાત એ છે કે બંનેએ ઘરની કોઈ ચીજવસ્તુઓ નથી લીધી. કિંમતી ચીજોમાં શિક્ષકના હાથમાં માત્ર એક સોનાની વીંટી છે.