ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (10:55 IST)

બળાત્કાર કેસમાં ફસાવવાની ધમકી આપી પ્રેમિકાએ રૂ. 10 લાખ માગ્યા, ફસાયેલા હોમગાર્ડ જવાને વિધવાનું પથ્થર મારી માથું છૂંદી હત્યા કરી

અનૈતિક સંબંધને છુપાવા માટે વ્યક્તિ ગમે તેટલા પ્રયાસ કરે પણ ક્યારેક કોઈ ગુનાને અંજામ આપીને તે બચી શકતો નથી. અમદાવાદમાં એક યુવક પોતાની પત્ની સિવાય વિધવા મહિલા સાથે સબંધ રાખ્યા તેની જાણ પત્નીને થતાં તે રિસાઈ જતી રહી. આ સમયે પ્રેમિકા બ્લેકમેલ કરતા અન્ય યુવતીના પ્રેમમાં આ યુવક ફસાયો હતો. હવે વિધવા મહિલાએ 10 લાખ રૂપિયાની માગણી કરતા તેણે મહિલાને પથ્થર મારી માથું છૂંદી નાંખ્યું અને લાશ ફેંકી દીધી હતી. બિનવારસી લાશની તપાસમાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આ મર્ડર મિસ્ટ્રી ઉકેલી નાખી છે. હાલ આરોપી પોલીસ પકડમાં છે અને તેણે સમગ્ર ગૂનો કબૂલી લીધો

છે.અમદાવાદના રિવરફ્રન્ટ પર એક મહિલાની લાશ વાસણા બેરેજ નજીક ખુલ્લા ખેતરમાં પડી હતી. આશરે 30થી 35 વર્ષની આ મહિલાની લાશની જાણ થતાં પ્રથમ નજરે મહિલાના મૃત શરીર પર ઇજાના અને બોથડ પદાર્થના ગંભીર ઇજાના નિશાન દેખાયા હતાં. પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો અને આ મહિલાની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી હતી. દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીની ટીમે રિવરફ્રન્ટ આસપાસના વિસ્તારમાં થોડા સમયથી ગુમ થયેલી 30 વર્ષની યુવતીની શોધખોળ શરૂ કરી હતી. જેમાં પોલીસને કાલુપુર પાસેથી 35 વર્ષની વિધવા મનિષા વિશેની માહિતી મળી હતી. હવે પોલીસે મનિષાને કેન્દ્રમાં રાખીને તપાસ શરૂ કરી દીધી હતી. મનિષા એક જગ્યાએ નોકરી કરતી હતી. તેની કડી પોલીસને મળી હતી. આ દુકાન હિતેશ શ્રીમાળીની હતી. હિતેશ શ્રીમાળી પોતે હોમગાર્ડમાં પણ હતો. 5 વર્ષથી મનિષા અને હિતેશ વચ્ચે શારીરિક સબંધ હતા. જે કારણે પોલીસે હિતેશની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. હિતેશ પોલીસ સમક્ષ જે વાત કરી તે સાંભળીને પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી. હિતેશના અગાઉ લગ્ન થઈ ગયા હતા. તેની પત્નીને મનિષા વિશે શંકા હતી અને તેને કારણે તેમની વચ્ચે ઝઘડા પણ થતાં હતા. એક દિવસ હિતેશની પત્ની આ બાબતથી કંટાળીને પિયર જતી રહી હતી. બીજી તરફ હિતેશને અન્ય એક યુવતી સાથે પ્રેમ થયો અને તે હવે મનિષાને દૂર રાખવા લાગ્યો હતો. મનિષાને પણ અંદાજ આવી ગયો હતો કે હવે હિતેશ તેને દૂર રાખી રહ્યો છે. મનિષા હવે હિતેશને ધમકી આપી કે, તારે મારી સાથે સંબંધ ના રાખવો હોય, તો મને રૂપિયા દસ લાખ આપવા પડશે, તે સિવાય હું તને છોડીશ નહી, જો તુ મને પૈસા નહીં આપે તો તારા ઘરે જ રહેવા આવી જઈશ. તને બદનામ કરી નાંખીશ, તું તારા ઘરે નહીં રહેવા દે તો તારા ઉપર ખોટી રેપની ફરીયાદ કરી, તને બરબાદ કરી નાંખીશ.”આ ધમકી બાદ હવે હિતેશ મનિષાને રસ્તામાંથી હટાવવા માંગતો હતો. જેથી 5મી જુલાઈના રોજ હિતેશ મનિષાને ઘરે ગયો અને તેને લોંગ ડ્રાઇવ માટે જવા કહ્યું હતું. મનિષા પણ હા પાડી અને વાસણા બેરેજ પાસે રાતના 4 વાગે મનિષા સાથે વાતો કરતા કરતા તેને નીચે પછાડી અને પથ્થરો વડે માથું છૂંદી નાખ્યું હતું. મનિષા તરફડિયા મારીને ત્યાં મૃત્યુ પામી અને હિતેશ ત્યાંથી નીકળી ગયો હતો. મનિષાની હત્યાને છૂપાવવા માટે હિતેશે તેની લાશ ખુલ્લા ખેતરમાં નાખી દીધી હતી. આ સમગ્ર મામલો બહાર આવતા હાલ હિતેશ પોલીસ કસ્ટડીમાં છે અને હવે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.