સોમવાર, 9 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By

પત્ની બાથરૂમમાં જતા જ બનેવીએ સગીર સાળી સાથે કર્યુ દુષ્કર્મ

પત્નીની ગેરહાજરીમાં સગીર સાળી સાથે (Minor Girl Rape)દુષ્કર્મ કરવુ મોંઘુ પડી ગયુ. પોતાની સાળી સાથે દુષ્કર્મના આરોપમાં હવે બનેવીને કોર્ટે પણ દોષી કરાર આપી દીધો છે અને આ કેસમાં તેણે ત્રણ દિવસ પછી 17 સપ્ટેમ્બરના રોજ સજા પણ સંભળાવી. બનેવી દ્વારા સાળી સાથે કરવામાં આવેલ આ દુષ્કર્મની ઘટના અને આ મામલે દોષી કરાર આપ્યા પછી દોષી વ્યક્તિ જે રેલવેનો લોકો પાયલટ (Railway Driver) છે કે મુશ્કેલીઓ વધી ગઈ છે. 
 
આ બળાત્કારનો કેસ બિહારના નાલંદા જિલ્લા સાથે સંબંધિત છે, જ્યાં બિહાર શરીફ બિહેવિયરલ કોર્ટે સગીર સાળી પર બળાત્કારના આરોપી બનેવીને દોષિત ઠેરવ્યા  પોતાની 15 વર્ષીય સગીર સાળીનું જાતીય શોષણ કરનારા બનેવીને  રવિન્દ્ર કુમારને તમામ સાક્ષીઓ અને પક્ષકારોને સાંભળ્યા બાદ અને પોસ્કો એક્ટની કલમ 4/6 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. સજાનો નિર્ણય 17 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે. આરોપી અસ્થાવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામનો રહેવાસી છે. 
 
ઉલ્લેખની છે કે આ ઘટનાની મળતી માહિતી મુજબ આરોપીના લગ્ન 22 એપ્રિલ 2016ના રોજ થયા હતા. તે રેલવેમાં લોકો પાયલટના પદ પર દિલ્હીમાં પોસ્ટિંગ પર છે.  જ્યારે તેની પત્ની બાથરૂમમાં ગઈ ત્યારે આરોપીએ તક જોઈને પ્રેમ કરવાનો અને લગ્ન કરવાનુ વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બનાવી લીધા હતા. આ બાબતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતાએ બધી વાત પોતાની બહેનને બતાવી. મમાલાની માહિતી મળ્યા પછી આરોપી વિરુદ્ધ કેસ થયો અને પછી મામલો કોર્ટ સુધી પહોંચ્યો. હાલ દુષ્કર્મ મામલાના આરોપી રેલવે લોકો પાયલટને સજા મળ્યા બાદ, જ્યાં પીડિતા ન્યાય મેળવીને ખુશ છે, સાથે જ પરિવારના સભ્યો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે તેમને મોડા પણ ન્યાય તો મળ્યો.