શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 ડિસેમ્બર 2022 (09:34 IST)

ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઇને જાહેરનામું બહાર પાડ્યું, 11 પ્રતિબંધો વિશે જાણી લેજો નહીતર પસ્તાશો

kite festival
આગામી તા.૧૪/૦૧/૨૦૨૩ના રોજ પોલીસ કમિશનર, અમદાવાદ શહેરની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વની ઉજવણી થનાર છે. આ પર્વને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં જાહેરમાર્ગો / રસ્તાઓ કે મકાનના ધાબા ઉપર ચડીને ભયજનક રીતે લોકો પતંગ ઉડાડતા હોય છે. જેને લઇને વ્યક્તિઓની જાનને જોખમ ઉભું થવાની સંભાવના રહેલી છે. 
 
આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબજ મોટા અવાજમાં લાઉડસ્પીકર વગાડતા હોય છે. આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડતા હોય છે. કેટલાક લોકો જાહેર માર્ગો ઉપર પતંગ ઉડાડતા હોય છે. તેમજ કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ વાંસના બંબુઓ, લાંબી વાસની પટટીઓ, લોખંડના કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવી લઇને આમતેમ શેરીઓ, ગલીઓ જાહેર રસ્તાઓ ઉપર દોડાદોડી કરતા હોય છે. જેના કારણે ટ્રાફીક અવરોધ કરતા હોય છે. તેમજ રસ્તા ઉપર ગલીઓમાં ટેલીફોન / ઇલેક્ટ્રીકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કોઈપણ ધાતુના તારના લંગર નાખી ટેલીફોન/ઇલેક્ટ્રીકના બે તારમાં ભરાયેલા પતંગ કાઢવાના પ્રયત્ન કરે, જેના કારણે ટેલીફોન/ઇલેકટ્રીકના બે તાર (વાયરો) ભેગા થવાથી શોર્ટ સર્કીટના કારણે તાર તુટી જવાના કારણે અકસ્માતો સર્જવાના ગંભીર બનાવ બનતા હોય છે. 
 
તેમજ આ પર્વના દિવસે પોલીસ કમીશનર અમદાવાદ શહેરની હુકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ઘાસચારાનું વેચાણ થતું હોય છે. અને આમ જનતા દ્વારા આ ધાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયોને નાખતા હોય છે, જેને અનુલક્ષીને જાહેરમાર્ગો ઉપર ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફીક અવરોધ પેદા થતો હોય છે. ઘણા લોકો પતંગ ઉડાડવા માટે માંઝા અથવા દોરી કે જે નાઇલોન અથવા અન્ય સિન્થેટીક મટીરીયલ અથવા સિન્થેટીક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયો ડીગ્રેડેબલ હોય તેવા ચાઇનીઝ દોરાના ઉપયોગ કરતા હોય છે. આ ચાઇનીઝ દોરાઓ એકદમ ધારદાર હોવાને કારણે કોઇ વ્યક્તિને શરીરના કોઇ ભાગ ઉપર ઘસાવાથી શરીર ઉપર તીક્ષ્ણ કાપાઓ પડે છે. જેના કારણે શારીરિક ગંભીર ઇજાઓ થવાના અને ક્યારેક અંગો કપાઈ જવાના તેમજ કેટલાક સજોગોમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નિપજ્યા સુધીના ગંભીર બનાવો પણ બનતા હોય છે. તેમજ પક્ષીઓને ઇજાઓ થવાના અને તેના મોતના બનાવો પણ બને છે. 
 
આ પર્વ નિમિત્તે પોલીસ કમિશનર અમદાવાદ શહેરની હુકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો વિસ્તારમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખુબજ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. તુક્કલમાં હલકી ક્વોલીટીના સળગી જાય તેવા વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાનમાલ અને સંપતિને નુકશાન થાય છે. 
 
જાહેર જનતાની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનનું ઉત્તરાયણના તહેવાર દરમ્યાન સંપૂર્ણ પાલન થાય, તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશોને આધિન ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા ઉપર તથા નાઇલોન અથવા અન્ય સિન્થેટીક મટીરીયલ અથવા સિન્થેટીક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયો ડીગ્રેડેબલ હોય તેવા ચાઈનીઝ દોરાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા ઉપર હંગામી પ્રતિબંધ માટે ગુજરાત પોલીસ અધિનયમ ૧૯૫૧ના ૨૨માં અધિનિયમની કલમ ૩૩(૧) (ખ), ૩૩(૧)(ભ), ૧૧૩ મુજબ તેમજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ મુજબ મને મળેલ સત્તા હેઠળ પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવું જરૂરી હોય આથી હું સુધીર કે. પટેલ, અધિક જિલ્લા મેજસ્ટ્રેટ, અમદાવાદ જિલ્લો, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૩ તથા ૩૭ હેઠળ તેમજ ફોજદારી કાર્યરીતી અક્ષિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ થી મને મળેલ સત્તાની રૂએ અમદાવાદ જિલ્લાના પોલીસ કમીશનરશ્રી અમદાવાદ શહેરની હુકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાના વિસ્તારો માટે નીચે દર્શાવેલ કૃત્યો ઉપર નીચે મુજબ પ્રતિબંધ ફરમાવું છું. 
 
(૧) કોઇ પણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગે રસ્તા / ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર (૨) આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ-સ્પીકર વગાડવા ઉપર (૩) આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉકેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર (૪) ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બંબૂઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઇપણ પાનુના તારના લંગર બનાવી આમ-તેમ શેરીઓ,ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડા-દોડી કરવા ઉપર (૫) રસ્તાઓ ઉપર ગલીઓમાં ટેલીફોન / ઇલેક્ટ્રીકના બે તાસ્વાયરી) ભેગા થયાની શોર્ટ સર્કિટના કારણે તાર તૂટી જવાથી અકસ્માતો સર્જાય ગંભીર બનાવો બનતા હોય છે, જેથી ટેલીફોન કે ઇલેક્ટ્રીકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઇપણ પાનુના તાર લંગર દોરી) નાખવા ઉપર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા ઉપર 
 
(૬) જાહેર માર્ગો ઉપર કોઇપણ વ્યક્તિઓ દ્વારા જાહેરમાં ધાસચારાનું વેચાણ કરવા ઉપર અને આમ-જનતા દ્વારા આ ધાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાય/ પશુઓને ધાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઉભો કરવા ઉપર (૭) પ્લાસ્ટિક પાકા સિન્થેટિક મટીરીયલ, ટોક્સિક મટીરીયલ, કાચ પાવડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી નાયલોન/ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરાના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર / દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા ઉપર (૮) ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને પરાશ કે ઉપયોગ કરવા ઉપઉડાડવા ઉપર. 
 
(૯) સસ્તા કાગળમાંથી બનેલા સ્કાય લેન્ટર્ન, કે જેમાં મીણના ચોસલા બળતણ તરીકે વપરાય છે તેવા તુક્કલ તથા તે માટેની જરૂરી સામગ્રીનો કોઈપણ વેપારી – વ્યક્તિ કે સંસ્થાએ ખરીદ, વેચાણ, સંગ્રહ, બક્ષીસ, ભેટ કે ઉપયોગ કરવો નહી તથા આવા સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) ઉડાડવા નહી. (૧૦) ચાઇનીઝ માંઝ નાયલોન/ પ્લાસ્ટીક દોરી,સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન- બાયીડીગ્રેબલ હોય તેવી દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરવો નહી તથા તે માટેની જરૂરી સામગ્રીની કોઇપણ વેપારી – વ્યક્તિ કે સંસ્થાએ ખરીદ, વેચાણ, સંગ્રહ, બક્ષીસ, ભેટ કે ઉપયોગ કરવો નહી. (૧૧) નામદાર સુપ્રીમકોર્ટ / હાઇકોર્ટ તથા NGT ની સુચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક કાચ પાયેલા માંઝા, પ્લાસ્ટીક દોરી વિગેરે પર પ્રતિબંધ રહેશે. 
 
આ જાહેરનામું તા.૧૭/૧૨/૨૦૨૨ના ૦૦.૦૦ કલાક થી ૨૦/૦૧/૨૦૨૩ના ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ કર્મચારી / અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમો વિરુધ્ધ કલમ – ૧૮૮ મુજબ લેખિત ફરીયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવે છે.