ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 જૂન 2021 (16:40 IST)

Vaccination Rule Changed: કોવિન એપ પર રજીસ્ટ્રેશનની અનિવાર્યતા ખતમ, સીધા સેંટર પર જઈને લગાવી શકો છો વેક્સીન

Vaccination Rule Changed: દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાનને ઝડપી બનાવવા માટે ભારત સરકારે વેક્સીનેશનના નિયમમાં કેટલાક ફેરફાર કર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) એ કોવિન એપ (CoWIN App) નોંધણીની અનિવાર્યતાને ખતમ કરી નાખી છે.  હવે લોકો સીધા કોવિડ સેંટર પર જઈને (Covid Vaccination Center) વેક્સીન લગાવી શકશે.  માહિતી મુજબ સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિન એપ કે અન્ય વેબસાઈટ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવાની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. જ્યારબદ હવે કોઈપણ વ્યક્તિ સીધા વેક્સીનેશન સેંટર પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન  (Online Registration) કરાવીને તરત જ વેક્સીન લગાવી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે દેશમાં ઘણા લોકો એવા છે કે જેઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી, જેના કારણે તેઓ વેક્સીન લગાવવાથી વંચિત રહ્યા છે. આ માટે દેશના દરેક ખૂણામાં આશા વર્કર અને  હેલ્થ વર્કર્સ એ  વિસ્તારોમાં જશે અને ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવવા માટે જાગૃત કરશે, જેથી દેશમાં કોરોના રસીકરણ અભિયાનની ગતિ ઝડપી થઈ શકે. આ માહિતી પીઆઈબી દ્વારા રજુ  કરાયેલા નિવેદનમાં સરકાર દ્વારા આપવામાં આવી છે.
 
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોવિન એપ (CoWIN App) ના માધ્યમથી 13 જૂન સુધી 28.36 કરોડ રજિસ્ટ્રેશન થયા હતાં, જેમાંથી 16.45 કરોડ એટલે કે 58 ટકા લાભાર્થીઓએ ઓન-સાઈટ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ  તાજેતરમાં સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સીનેશનના આંકડાની એક રિપોર્ટ રજુ કરી છે. આ રિપોર્ટ મુજબ, ભારતમાં અત્યાર સુધી કુલ 26,19,72,014 ડોઝ લાગી ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં  કોરોનાના કુલ 28,00,458  વેક્સીન લાગી ચુક્યા છે.