શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 એપ્રિલ 2020 (13:56 IST)

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા

નિઝામપુરા વિસ્તારના 52 વર્ષની ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું. શ્રીલંકાનો પ્રવાસ કરીને આવેલા આ વ્યક્તિને 16 માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા અને તેઓ 19 માર્ચના રોજ સારવાર માટે દાખલ થયા પછી એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. તેમના પછી તેમના પરિવારના 4 સભ્યોનો પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને પણ સયાજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.
વડોદરાના ભાયલી ગામના રહેવાસી અને છેલ્લા 45 વર્ષથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા છીતુભાઈ પટેલનું કોરોના વાઈરસથી મૃત્યુ થયું છે. 10 દિવસ પહેલા છીતુભાઈ પટેલ અને તેમની પત્ની મંજુલાબેન પટેલ કોરોના વાઈરસની મહામારીમાં સપડાયા હતા. બંનેની શિકાગો ખાતેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન છીતુભાઈ પટેલનું 31 માર્ચે મોડી રાત્રે કોરોના વાઈરસથી મૃત્યુ થયું હતું. જેના કારણે અમેરિકાના ભારતીય સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી. તો બીજી તરફ છીતુભાઈની પત્ની મંજુલાબેનની હાલત સુધારા પર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.