વડોદરામાં દોઢ માસના બાળકને માથે લઈ જતાં પિતાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ

Last Modified ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (12:13 IST)
વડોદરાનાં અનેક વિસ્તારો હાલ પાણીમાં છે ત્યારે લોકોનાં ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા છે. તો ક્યાંક દર્દીને હોસ્પિટલમાં લઇ જવા માટે ખાટલાનો ઉપયોગ કરીને લોકો ખભા પર બેસાડીને લઇ જાય છે. તો ક્યાંક નવજાત બાળકોને માથે મુકીને લઇ જવા પડી રહ્યાં છે.આ તસવીર હાલ ઘણી જ વાયરલ થઇ રહી છે. જેમાં એનડીઆરએફની ટીમે દોઢ માસની એક બાળકીને માથા પર મુકીને બચાવવામાં આવી હતી.વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોની મદદ માટે એનડીઆરએફની ટીમો કામ કરી રહી છે. જોકે, વડોદરાની એક સોસાયટીમાં પિતાના માથે ટોપલામાં દોઢ માસના બાળકને લઈને સલામત સ્થળે જતા નજરે પડ્યા હતા.જેથી કૃષ્ણ જન્મ સમયે જે દ્રશ્ય હતું એવું જ આ દ્રશ્ય સર્જાયું હતું. પરંતુ કૃષ્ણને લઇ જતા વાસુદેવને તો નવજાત ભગવાન કૃષ્ણના ચરણ સ્પર્શ કરી મા યમુનાએ માર્ગ કરી આપ્યો હતો. પણ આ પિતા કે વાલીએ તો ધસમસતા જળ પ્રવાહમાંથી ભગીરથ પ્રયત્ન કરી માર્ગ કાઢવો પડ્યો હતો.આ પણ વાંચો :