ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (08:42 IST)

રૂપાલ પલ્લીમાં ચોખા ઘીની નદી

આસ્થા અને અંધશ્રધ્ધા નામની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે અત્યાર સુધી તમને અમારાં સમાજમાં ફેલાયેલી કેટલીય એવી માન્યતાઓથી અવગત કરાવ્યાં છે જે કદી આસ્થા તો કદી ઘાતક અંધવિશ્વાસનું રૂપ લઈ લે છે. અમારી આ ખાસ પ્રસ્તુતિની પાછળ અમારો ઉદ્દેશ્ય તમને સૌને સત્યથી પરિચિત કરાવવાનો રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા બધા પાઠકો આસ્થા અને અંધવિશ્વાસની વચ્ચે ખેંચાયેલી પાતળી રેખાને ઓળખે અને સમજદારીથી નિર્ણય કરે...
 
ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો
 
ભારતની સમૃદ્ધિ માટે એવું કહેવાતું કે આ દેશમાં દૂધ-દહીંની નદીઓ વહેતી. શિંગણાપુરમાં શનિદેવના મંદિરની બહાર આજે પણ તેલની નદી વહે છે! તેલની જેમ ઘીની નદી વહેતી જોવાનો લહાવો લેવો હોય તો ગાંધીનગર નજીકના રૂપાલ ગામે જવું પડે, તેજ અમારો આજનો વિષય છે.
 
નવરાત્રિ પર્વની નોમની રાત્રે દર વર્ષ યોજાતાં પલ્લી મહોત્સવમાં માં આદ્યશક્તિ વરદાયિની માતાની પલ્લી પર ચોખ્ખા ઘીનાં અભિષેક સાથે આ વર્ષે દેશ વિદેશથી અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સામીલ થયા હતા છેલ્લા નોરતે અમદાવાદથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાજીનો પરંપરાગત પલ્લીરથ નીકળ્યો હતો. જેમાં આ વર્ષે માતાજીને લગભગ છ લાખ કિલો ઘી (આશરે રૂ. 10 કરોડ)નો અભિષેક થયો હતો.
 
આ વર્ષે માતા વરદાયિની (વડેકી)ની પલ્લી મહોત્સવમાં ખીચડો બનાવવામાં વાર લાગતાં રાત્રે ૧૨.૦૦ કલાકે નીકળતી પલ્લી રાત્રે 3.૩૦ કલાકે નીકળી હતી, તેમ જ જુદાં-જુદાં ૨૭ ચકલાઓ પર ફરીને માતાજીનો રથ સવારે ૮.૦૦ કલાકે નીજ મંદિરે પહોંચ્યો હતો. શનિવારની સાંજથી અહીં મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું અને રાત્રિ પછી જાણે દિવસ શરૂ થયો હોય તેવો માહોલ સર્જાયો હતો. ઘીના ડબ્બાઓની ટ્રકો બે દિવસથી રૂપાલમાં ઠલવાતી હતી.
 
ગામના 27 ચકલામાં ટ્રેકટરની ટ્રોલી, પીપડા ભરીને ઘી ભર્યું હતું. પલ્લી આવતા ડોલે-ડોલે ઘીનો અભિષેક પલ્લીરથ ઉપર કરવામાં આવ્યો હતો. આટલું બધું ઘી એક સાથે ચઢાવવામાં આવ્તા દેશની સૌથી મોટી કો. દૂધ ડેરી અમુલમાં ધીનો જથ્થો ખત્મ થઇ ગયો હતો.
 
પલ્લીરથ ઉપર શ્રદ્ધાળુઓએ શ્રીફળ, ઘીનો અભિષેક કર્યો હતો. જયારે પલ્લી રથની જયોતના દર્શન કરાવવાની પણ અનોખી પ્રથા અહીં જૉવા મળે છે, જેને બાળકને ‘ઘી વાળો કર્યો’ એમ કહેવામાં આવે છે. આવાં બાળકોની સંખ્યા પણ મોટી હતી. આશ્ચર્યની અને શ્રદ્ધાની વાત એ છે કે, માતાની પલ્લીનાં દર્શન કરવાં ઊમટેલાં હજારો શ્રદ્ધાળુઓનાં ઘીથી તરબતર થયેલાં કપડાં માત્ર પાણીથી ધોવાથી પણ સાફ થઇ જાય છે. અહીં એક માન્યતા એવી પણ કે પલ્લીરથ નીકળી જાય પછી રોપણ થયેલા જવારા ઢળી જાય છે. નવા વર્ષમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી અંગે ગામના બંધાણી ભાઇઓએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે નવું વર્ષ સારું જશે અને જરૂરિયાત મુજબનો વરસાદ આવશે. ગયા વર્ષે બંધાણીઓએ કરેલી આગાહી સાચી પડી હતી.