સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (18:54 IST)

કાર ભાંગવાનું કેન્દ્ર બનશે ગુજરાત- કેન્દ્રની નવી સ્ક્રેપ પોલીસીનો મોટો ફાયદો ગુજરાતને મળી શકે વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર,

2005 પહેલાના 2 કરોડથી વધુ ખાનગી, સરકારી, વ્યાપારી વાહનો સ્ક્રેપ કરવામાં આવશે,
ખાનગી વાહનો માટે સ્ક્રેપિંગ ઉંમર 20 વર્ષ,
કચ્છ, અલંગમાં સ્ક્રેપ વ્હીકલ પાર્ક બનાવવામાં આવશે,
1 ઓક્ટોબર 2021થી આ નિયમ લાગુ પડશે.
 
 દેશમાં જુના વાહનો જે પ્રદૂષણની દ્રષ્ટીએ સૌથી વધુ જોખમી છે તેને રોડ પર દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્ક્રેપ-પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે તો ગુજરાત સરકારે તેનાથી પણ એક ડગ આગળ વધીને ગુજરાત એ વાહનોના સ્ક્રેપીંગનું હબ બને તે માટે તેના વિશાળ દરીયા કિનારાનો ઉપયોગ કરવા માટે સૌરાષ્ટ્રના અલંગ અને કચ્છને સ્ક્રેપ-પાર્ક તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે.
 
અલંગમાં શીપ બ્રેકીંગ પાર્ક છે જેમાં વિશ્ર્વભરના જહાજો ભાંગવા આવે છે અને તેની સાથે અહી સ્ક્રેપ પણ તથા રોલીંગ મીલ્પનો બીઝનેસ પણ મળ્યો છે અને રોજગારીની વિશાળ તક પણ સર્જાઈ છે જેથી અહી સ્ક્રેપ પાર્ક બનાવવા માટે વધુ સરળતા છે તો કચ્છમાં વિશ્ર્વમાંથી સ્ક્રેપની આયાત-નિકાસ થાય છે.
 
આજથી પ્રારંભ કરવામાં આવેલી વાહન સ્ક્રેપિંગ નીતિ ભારતના વિકાસની સફરમાં ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. વાહન સ્ક્રેપિંગ માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે ગુજરાતમાં યોજવામાં આવેલું રોકાણકાર સંમેલન નવી સંભાવનાઓના દ્વાર ખોલે છે. વાહન સ્ક્રેપિંગ આપણને અનફિટ (કામ કરવા યોગ્ય ના હોય તેવા) અને પ્રદૂષણ ફેલાવી રહેલા વાહનોને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓથી નાબૂદ કરવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ પહેલાં કરેલી શ્રેણીબદ્ધ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ પર્યાવરણીય જવાબદારીઓ નિભાવતી વખતે સદ્ધર વલયાકાર અર્થતંત્રનું નિર્માણ કરવાનો અને તમામ હિતધારકો માટે મૂલ્ય લાવવાનો છે.”
 
રાષ્ટ્રીય ઓટોમોબાઇલ સ્ક્રેપિંગ નીતિનો પ્રારંભ કરતી વખતે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ નીતિ આપણા ઓટો ક્ષેત્રને અને નવા ભારતની પરિવહન સુવિધાઓને નવી ઓળખ આપવા જઇ રહી છે. આ નીતિ દેશમાં અનફિટ વાહનોને વૈજ્ઞાનિક ઢબે માર્ગો પરથી દૂર કરીને વાહનની સંખ્યાઓમાં આધુનિકીકરણમાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવશે. તેમણે ઉમેર્યું હતું કે, પરિવહનમાં આધુનિકતાથી પ્રવાસ અને પરિવહનનું ભારણ ઘટવાની સાથે સાથે, આર્થિક વિકાસ માટે પણ તે મદદરૂપ પુરવાર થાય છે 21મી સદીના ભારતનું લક્ષ્ય સ્વચ્છ, ગીચતા મુક્ત અને અનુકૂળ પરિવહનનું છે જે વર્તમાન સમયની માંગ છે.
 
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, નવી સ્ક્રેપિંગ નીતિ વલયાકાર અર્થતંત્ર અને વેસ્ટ ટુ વેલ્થ (કચરામાંથી સમૃદ્ધિ) અભિયાન વચ્ચે એક મહત્વપૂર્ણ કડીનું નિર્માણ કરે છે. આ નીતિ દેશમાં શહેરોમાંથી પ્રદૂષણ ઘટાડવા માટે અને પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે તેમજ વિકાસને ઝડપથી આગળ વધારવા માટે અમારી પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. રીયુઝ, રિસાઇકલ અને રિકવરી એટલે કે ફરી ઉપયોગ, રિસાઇકલ અને પુનઃપ્રાપ્તિના મૂળ સિદ્ધાંતનું પાલન કરીને આ નીતિ ઓટો ક્ષેત્રમાં અને ધાતુ ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન આપવાનું કામ કરશે. આ નીતિના કારણે દેશમાં રૂપિયા 10 હજાર કરોડથી વધારે રકમનું નવું રોકાણ આવશે અને હજારો રોજગારીઓનું પણ સર્જન થશે.
 
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે ભારત તેના 75મા સ્વંતત્રતા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે આગામી 25 વર્ષનો સમયગાળો આપણા માટે ખૂબ જ મહત્વનો છે. તેમણે કહ્યું હતું કે, આગામી 25 વર્ષ દરમિયાન વ્યવસાય કરવાની કાર્યશૈલીઓ અને દૈનિક જીવનમાં સંખ્યાબંધ પરિવર્તનો આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પરિવર્તનો વચ્ચે, આપણે આપણા પર્યાવરણ, આપણી જમીન, આપણા સંસાધનો અને આપણા કાચા માલનું રક્ષણ કરીએ એ પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આપણે ભવિષ્યમાં આવિષ્કાર અને ટેકનોલોજી પર કામ કરી શકીએ છીએ પરંતુ, ધરતી માતા પાસેથી આપણને જે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે આપણા હાથની વાત નથી.
 
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આજે, એક તરફ ભારત ડીપ ઓશન મિશન દ્વારા નવી સંભાવનાઓ ઉજાગર કરી રહ્યું છે ત્યારે બીજી તરફ તે વલયાકાર અર્થતંત્રને પ્રોત્સાહન પણ આપી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દીર્ધકાલીન અને પર્યાવરણને અનુકૂળ વિકાસ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.