બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (09:57 IST)

રાજકોટમાં મારામારીનો વીડિયો વાયરલ

rajkot
rajkot
 સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાજકોટમાં ગુંડારાજની શરૂઆત થતી દેખાઇ રહી છે. રાજકોટ અવારનવાર મારામારીની ઘટનાઓ સામે આવે છે, તાજેતરમાં જ શહેરના યૂનિવર્સિટી રૉડ પર બે જૂથો વચ્ચે મોડી રાત્રે મારામારી ઘટના ઘટી હતી. યૂનિવર્સિટી રૉડ પર આવેલા સરિતા વિહાર પાસે રાત્રિના સમયે બે જૂથોના લગભગ 40 -50 લોકો આમને સામને આવી ગયા હતા, અને છૂટાહાથની મારામારી કરવા લાગ્યા હતા. આ વીડિયો પરથો સ્પષ્ટ થઇ રહ્યું છે કે, રાજકોટમાં આવારા અને લુખ્ખા તત્વોને પોલીસનો કોઇ ડર રહ્યો નથી. 
 
રાજકોટ ફરી એકવાર ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું તેમ લાગી રહ્યુ છે. કારણકે રાજકોટ શહેરમાં છાસવારે મારામારીની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે વધુ એકવાર શહેરમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. શહેરના મવડી ચોક નજીક બાપા સીતારામ ચોક પાસે બે જૂથ સામસામે આવી ગયા. અને જોતજોતામાં બંને જૂથો વચ્ચે લાકડીઓ વરસવા લાગી. જાહેર રોડ પર મારામારી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.  આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે.