શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદઃ , બુધવાર, 25 જુલાઈ 2018 (13:54 IST)

.. તો હાર્દિક પટેલ અને લાલજી પટેલને નહી જવુ પડે જેલ... ! સજાને લઈને જાણો શુ બોલ્યો હાર્દિક ?

પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ સહિત ત્રણ આરોપીને આજે કોર્ટે વિસનગર તોડફોડ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આ ઉપરાંત 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.  જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા છે. વિસનગરમાં નિકળેલી પાટીદારોના અનામતના સમર્થનમાં નિકળેલી રેલી દરમિયાન થયેલાં તોફાન મામલે વિસનગર કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. 
 
ચૂકાદા બાદ હાર્દિક પટેલે ટ્વિટ પર હુંકાર કર્યો હતો જેમાં લખ્યું હતું કે, કોઈ પણ મુશ્કેલીઓ જે લેવલની બનાવાય તેનાથી પણ ઉપર પહોંચી કરીશું હલ. ઇંકલાબ જિંદાબાદ. આજે પણ હું કહું છું કે સરકાર અંગ્રેજ બનશે તો હું ભગત સિંહ બનીશ! ઇંકલાબ જિંદાબાદ.
 
કોર્ટના આ ચુકાદાના પગલે હાર્દિક પટેલ તથા લાલજી પટેલનું શું થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે. આ ચુકાદાના પગલે હાર્દિક પટેલ તથા લાલજી પટેલ જેલમાં જશે કે નહીં એ જાણવાની ભારે ઉત્સુકતા છે. હાર્દિક પટેલ તથા લાલજી પટેલ પાસે આ કેસમા જામીન મેળવવાનો વિકલ્પ છે. બંને આજે જ કોર્ટમાં જામીન અરજી રજૂ કરે અને કોર્ટ તે મંજૂર રાખે તો બંને જામીન પર મુક્ત થઈ જાય. આ સંજોગોમાં તેમણે જેલમાં ના જવું પડે.