શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (12:50 IST)

ગુજરાતમાં હવે પાણીનો બગાડ સામે સરકાર ઘડશે સજાનો કાયદો

ગુજરાતમાં થઈ રહેલા પાણી બગાડને લઈને ઘર વપરાશના પાણી બગાડનારા બગાડ અટકાવવા ગુજરાતમાં સરકાર ઘર વપરાશ પાણી પુરવઠા સૌરક્ષણ વિધેયક લવાશે. જેમાં વિતરણ વ્યવસ્થાને નુકસાન કરનારને બે વર્ષની કેદની જોગવાઈ પણ કરવામાં આવશે. પાણી બગાડ કરનારને રૂ.એક લાખના દંડની જોગવાઈ પણ હશે. 
ત્યાં જ હેતુ ફેર પાણી ઉપયોગ કરનારને રૂ.૨૦ હજારનો દંડ, ગેરકાયદે જોડાણ લેનારને રૂ.ત્રણથી ૨૦ હજારનો દંડ, બલ્ક પાઈપ લાઈનમાં જોડણ લેનારને રૂ.પાંચ હજારથી રૂ.એક લાખ સુધીનો દંડની જોગવાઇ હશે ગેરકાયદે જોડાણ લેનારને ત્રણથી લઈને પાંચ વર્ષ સુધીની સજા હશે. આ બિલ વર્તમાન સત્રના છેલ્લા દિવસમાં ગૃહમાં રજૂ થશે. આ સાથે જ રાજ્યમાં વોટર એપેલેટ ઓથોરિટીની રચના પણ કરવામાં આવશે.
વિધાનસભા સત્રના છેલ્લા દિવસોમાં આ વિધેયક આવશે. જેથી જાહેર પાણી વિતરણ વ્યવસ્થાને નુકસાન પહોંચાડનારા વ્યક્તિને બે વર્ષ સુધીની કેદની સજા થશે. આ વ્યક્તિએ એક લાખ અથવા સત્તામંડળને થયેલા નુકસાનની રકમ બંનેમાથી જે વધુ હોય એટલો દંડ થશે. અનધિકૃત જોડાણ કરનાર ને ત્રણ હજારથી લઇ ૨૦ હજાર સુધીનો દંડ થશે. 
બલ્ક પાઇપ લાઇનમાં અનધિકૃત જોડાણ મેળવનારને પાંચ હજારથી લઇ એક લાખ રૂપિયા સુધીનો દંડ થશે. એક મહિનાથી લઇ ત્રણ મહિના સુધીની કેદની સજા થશે. પાણી વિતરણ વ્યવસ્થાની સાધન સામગ્રીની ચોરી કરનારને ત્રણ વર્ષ સુધીની કેદની સજા અથવા એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ આ વિધેયકમાં કરવામાં આવશે. પાણી વિતરણ વ્યવસ્થામાં કોઈ પ્રતિબંધિત કૃત્ય કરવામાં આવે તો દરોડો પાડવાની સત્તા સત્તાધિકારીને આપવામાં આવી છે.