શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 27 માર્ચ 2022 (13:08 IST)

અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં ફરી એક વખત વધારા

અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં ફરી એક વખત વધારો થયો છે અને આજે દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધીને ૪૧.૨ ડિગ્રી થઇ ગયું હતું. આજે ૪૧.૭ ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
 
શનિવારના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ અને દીવમાં બપોરના સમયે બફારો અનુભવાશે.
 
આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર-બનાસકાંઠા-સાબરકાંઠા-પાટણ-મહેસાણા-કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.