સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 27 માર્ચ 2022 (12:55 IST)

સાળીને જીજાજીએ જ પતાવી દીધી

શનિવારે ડભોઇ તાલુકાના તાલુકાના મંડાળા ગામની સીમમાં આદિવાસી 19 વર્ષીય યુવતીની લાશ મળી હતી, પોલીસ તપાસમાં યુવતીનો જીજાજી જ કાતિલ નીકળ્યો. લગ્નેતર સંબંધમાં મુકેશ ભીલે જ સાળીને દુપટ્ટાથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી. 
 
વડોદરાના ડભોઈમાં ગઈકાલે એક ખેતરના સીમમાં 19 વર્ષીય યુવતીની મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે. સગા જીજાજીએ જ સાળીની હત્યા કરી હતી. લગ્ન કરવા માથે પડેલી સાળીની જ જીજાજીએ ટૂંપો મારીને હત્યા કરી હતી. દુપટ્ટાથી ગળુ દબાવી સાળીને મારી નાંખી હતી. ક્રાઇમ બ્રાન્ચે જીજાજીને ઝડપી પાડ્યો છે.