કોણ બનશે સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ?
હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીનો આક્ષરવાસ થયો છે. આવતી કાલે તેમની અંતિમવિધિ કરવામાં આવનાર છે, ત્યારે હવે સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈ અનેક ચર્ચા થઈ રહી છે. સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપ દાસ સ્વામીનું નામ અગ્રેસર છે. ત્યાગ વલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. હરિપ્રસાદ સ્વામીજી ઉત્તરાધિકારીનું નામ સૂચવીને ગયા હોવાની માહિતી છે.
સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપ દાસ સ્વામી (Prem Swarup Das Swami) નું નામ અગ્રેસર છે. ત્યાગ વલ્લભ સ્વામી (Tyagvallabh Swami) નું નામ પણ ચર્ચામાં છે. હરિપ્રસાદ સ્વામીજી ઉત્તરાધિકારીનું નામ સૂચવીને ગયા હોવાની માહિતી છે.
ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે.