સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 મે 2020 (11:41 IST)

કોરોનાના દર્દીઓની સંખ્યા એકસરખી, તેમ છતાં દિલ્હી કરતાં વધુ મોત ગુજરાતમાં કેમ?

ગુજરાતમાં 14,056 કોરોનાના દર્દીઓમાંથી 858ના મોત થયા થયા, જ્યારે દિલ્હીમાં 14,053 દર્દીમાંથી 271 દર્દીઓના મોત થયા છે. એટલે કે કોરોનાના લીધે ગુજરાતમાં મોતની સરેરાશ 6.10 ટકા છે, તો દિલ્હીમાં આ ફક્ત 1.92 ટકા છે. ડોક્ટરોનું કહેવું છે કે બંને રાજ્યોમાં સંક્રમણ બરાબર હોવાછતાં દિલ્હીમાં મોત ઓછા થવા અહીંના લોકોમાં જાગૃતતા, સારી સ્વાસ્થ્ય સેવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતા હોઇ શકે છે.  
 
રાજધાનીમાં ઓછો-ડેથ રેટ હોવા પાછળનું કારણ
દિલ્હી સરકારના કોવિડ સલાહકાર અને આઇએલબીએસના ચેરમેન ડોક્ટર એસકે સરીને કહ્યું કે તેની પાછળ ત્રણ કારણો હોઇ શકે છે. જલદી સારવાર, ઓક્સિજનની ઉપલબ્ધતા અને સારી ગુણવત્તાવાળી મેડિકલ ટીમ. તેમણે કહ્યું કે દિલ્હીમાં લોકો કોરોનાને લઇને ખૂબ જાગૃત છે. આ વાયરસ સામાન્ય રીતે ખતરનાક નથે. 80 ટકામાં સામાન્ય લક્ષણોવાળા છે, તેમછતાં લોકો પોતાની તપાસ કરાવી રહ્યા છે. લક્ષણો પર ધ્યાન આપીને સારવાર માટે પહોંચી રહ્યા છે. તેમણે કહ્યું કે સમયસર બિમારી જાણી લેવી અને સારવાર શરૂ થતાં કોઇપણ બિમારીની અસરને ઓછી કરે છે. 
 
દિલ્હીમાં ઓક્સિજનવાળા બેડની અછત નથી
અહીં લોકો થોડા જલદી સારવાર માટે પહોંચી રહ્યા છે. દિલ્હીમાં આજે સરેરાશ દરરોજ 5000 સેમ્પલની તપાસ થઇ રહી છે. તેના લીધે કેસ સામે તો આવી રહ્યા છે, પરંતુ સમયસર લોકો સારવારથી સાજા પણ થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે આ સંક્રમણમાં દર્દીને સૌથી મોટી મુશ્કેલી શ્વાસ લેવામાં થાય છે. શરીરમાં ઓક્સિજનની ઉણપ થાય છે અને દિલ્હીમાં ઓક્સિજનવાળા બેડની અછત નથી. તેનાથી ફાયદો એ છે કે જે દર્દીઓના શરીરમાં ઓક્સિજન ઉણપ થાય છે, તેમને સરળતાથી આપી શકાય છે. તેમણે કહ્યું કે દિલ્હીની અંદર મેડિકલ ઇંફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું છે. 
 
તો બીજી તરફ બંને રાજ્યોમાં મોતનું કારણ ઓછું કે વધુ હોવાનો અંદાજો કરવો અત્યારે મુશ્કેલ છે. પરંતુ એ સત્ય છે કે જ્યાં પણ વડીલો અને પહેલાંથી બિમાર લોકો આ સંક્રમણનો શિકાર હશે, તેના માટે આ વાયરસ ખતરનાક અને જીવલેણ થઇ જાય છે. ખાસકરીને ડાયાબિટીઝ હાર્ટ, કિડની જેવી બિમારીઓથી પીડાય છે, તેમને વધુ સમસ્યા થાય છે.