શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : મંગળવાર, 7 એપ્રિલ 2020 (12:52 IST)

આજે 19 નવા કેસ નોંધતાં ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 165 થઇ, 12ના મોત

ચીનના વુહાના શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે ભારત સહિત આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. ભારતમાં કોરોના વાયરસના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી મરનારાઓનો આંકડો સતત વધી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે. આજે અમદાવાદમાં 13 અને પાટણમાં 3 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 165 થઇ છે.   તેમાં ખાલી અમદાવાદમાં જ 13 પોઝિટીવ કેસો સામે આવ્યા છે આ સાથે અમદાવાદમાં કુલ આંકડો 77 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં 33 જિલ્લાઓમાંથી 17માં કોરોના વાયરસે પોતાનો સંક્રમણનો પગપેસરો કરી દીધો છે.
આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 165 સુધી પહોંચી ગઇ છે. મંગળવારના આંકડા અનુસાર અમદાવાદમાં 77 (5ના મોત), સુરત 19 (બેના મોત), વડોદરામાં 12 (1નું મોત), ભાવનગરમાં 14 (બેના મોત), પંચમહાલમાં 1 (1નું મોત), ગાંધીનગર 13, રાજકોટ 10, પોરબંદર 3, મહેસાણા 2, ગીર સોમનાથ 2, પાટણ 5, કચ્છ 2, છોટાઉદેપુર 1, મોરબી 1, સાબરકાંઠા 1, આણંદ 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે. 
રાજ્યના 15 હોટસ્પોટ વિસ્તારોમાં સૌથી વધુ કેસો બહાર આવી રહ્યા છે. આથી આ વિસ્તારોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવાનું રહેશે. જેનાથી ચેપ બહારના જઈ શકે અને બહારથી નવા કોઈ અંદર ન થઈ શકે. તમામ વિસ્તારોમાં વ્યાપક પ્રમાણે ટેસ્ટિંગ કરવામાં આવશે. બહારની ટ્રાવેલ્સ સાથેની હિસ્ટ્રી સાથે આવ્યા છે તેઓના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેઓને કોરોન્ટાઈન કરવામાં આવશે અને સાત દિવસ પછી ફરી ટેસ્ટ કરવામાં આવશે.
 રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે.