સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 જુલાઈ 2024 (18:00 IST)

કાવડ યાત્રા દરમિયાન દુકાનદારોના નામ લખવાના આદેશ પર કેમ થઈ રહ્યો છે વિવાદ?

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે મુઝફ્ફરનગર પોલીસના એ નિર્ણય પર ટિપ્પણી કરી છે, જેમાં કાવડ યાત્રાના રૂટ પર ખાવાપીવાની દુકાનો પર દુકાનદારનું નામ લખવાનો આદેશ આપ્યો હતો.
 
અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું,"નામ- ગુડ્ડૂ, મુન્ના, છોટૂ અને ફત્તે છે, તેમનાં નામોથી શું ખબર પડશે?"
 
અખિલેશ યાદવે આ મામલે ન્યાયાલયને કાર્યવાહી કરવાની માગ કરી હતી.
 
અખિલેશે ટ્વીટ કર્યું છે, “માનનીય ન્યાયાલય જાતે જ સંજ્ઞાન લે અને આ પ્રકારના વહીવટી તંત્રની પાછળ શાસનનો શું ઇરાદો છે તેની તપાસ કરીને યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરે. આ પ્રકારનો આદેશ સામાજિક 
 
ગુનો છે, જે સૌહાર્દના શાંતિપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોંચાડે છે.”
 
પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે ઉત્તર પ્રદેશ પોલીસના આ આદેશની તુલના હિટલરના સમયના 'નાઝી જર્મની' સાથે કરી હતી.
 
જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પર લખ્યું, “ઉત્તર પ્રદેશની મુઝફ્ફરનગર પોલીસે કહ્યું કે એક ખાસ યાત્રા રૂટ પર દુકાનો, હોટલો, અને ગાડીઓના માલિકોના નામ સ્પષ્ટરૂપે લખેલાં હોવાં જોઇએ, કેમ? નાઝી 
 
જર્મનીમાં ખાસ દુકાનો અને મકાનો ઉપર એક નિશાન લગાવવામાં આવતું હતું.”