ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (11:51 IST)

સુહાગરાતે જ પતિએ કહ્યુ - હુ તને શરીરસુખ આપી શકુ નહી, સંતાન માટે મારા મિત્રો સાથે સંબંધ રાખ

અમદાવાદનાં મહિલા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ-સસરા સહિત કુલ 6 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. એક વર્ષ પહેલાં લગ્ન કરીને આવેલી પરિણીતાનો પતિ તેની સાથે સેક્સ માણી શકે તેમ નથી તેવું કબૂલી ચૂક્યો છે.
 
પહેલી જ રાતે પતિએ કહ્યું, હું તારી સાથે સંબંધ બાંધવા સક્ષમ નથી, પરિવારે કહ્યું એટલે લગ્ન કર્યા છે.આવા એક ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ 23 વર્ષની પરણિતાએ મહિલા પોલીસમાં નોંધાવી છે. જેમાં એવા પણ આરોપ લગાવાયા છે કે, સાસરીયાઓએ ત્રાસ આપીને પતિના મિત્રો સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હોવાનું તથા સસરા ‘મારો દીકરો નહીં તો હું તને સંભાળી લઇશ ‘કહીને દાનત બગાડતા હોવાનો આરોપ લગાવાયો છે.
 
યુવતીની ફરિયાદ પ્રમાણે તેનાં લગ્ન ડીસેમ્બર, 2017માં મિરઝાપુરમાં રહેતા મોહમ્મદ સાજીદ સાથે થયાં હતાં. 23 વર્ષની યુવતીના કહેવા પ્રમાણે લગ્ન પહેલા જ મારા પરિવારે દસ લાખ આપ્યા હતા હવે સાસરીયા વધુ 20 લાખ રૂપિયા માંગી રહ્યાં છે. યુવતી ઘણાં અરમાનો સાથે સાસરીમાં આવી પણ તેના સુહાગ રાતે જ પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ઘણા અરમાનો સાથે આવેલી પરિણીતાને પ્રથમ રાત્રીએ જ ખબર પડી કે તેનો પતિ તેને શરીર સુખ આપી શકે તેમ નથી.   જયારે આ અંગે યુવતીએ પુછ્યુ ત્યારે પતિએ પોતે સક્ષમ નહીં હોવાનું અને દવા ચાલતી હોવાની વાત કરી હતી. ત્યાર બાદ સાસરીયા તેને સતત ત્રાસ આપવા લાગ્યા હતા બીજી તરફ સસરાને આ વાતની ખબર પડતાં સસરા યુવતીને પોતાની સાથે સેક્સ માણવા દબાણ કરતા હતા અને નપૂસક પતિ કહેતો કે, મારા મિત્રો સાથે સંબંધ રાખ. તેનાથી જે સંતાન થશે તે આપણા બાળકની જેમ ઉછેરી લઇશું.
 
જ્યારે યુવતીએ  આ બધી વાતોનો ઇનકાર કર્યો તો તેની સાથે મારઝૂડ કરતા હતા. ઘરનાં અન્ય સભ્યોનો ત્રાસ વધી ગયો હતો. આખરે પરિણીતાએ પિયર આવીને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે