1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 31 માર્ચ 2022 (17:49 IST)

ખાનગી સ્કૂલોએ કરેલો 5 ટકા ફી વધારો પાછો ખેંચો, FRCમાં વાલી મંડળના સભ્યોનો સમાવેશ કરો, નહીં તો રસ્તે ઉતરી આંદોલન કરીશું

સરકારી સ્કૂલો બંધ કરીને તે બાળકોને ખાનગી સ્કૂલોમાં લાવવાનું ષડયંત્ર ચાલે છેઃ ઈસુદાન ગઢવી
 
પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓની ફી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકશે નહીં. આ સાથે CM ભગવંત માને કહ્યું છે કે કોઈ પણ શાળા કોઈ ખાસ દુકાનથી પુસ્કત અને ડ્રેસ ખરીદવા માટે પણ દબાણ કરી શકશે નહીં. ત્યારે ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોએ જે પાંચ ટકા ફી વધારો કર્યો છે તે પાછો ખેંચવા માટે આમ આદમી પાર્ટીએ માંગ કરી છે. 
 
ખાનગી સ્કૂલોએ પાંચ ટકાનો વધારો કર્યો એ પાછો ખેંચો
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં ખાનગી સ્કૂલોએ 20 ટકાનો ફીમાં વધારો કર્યો છે. ભાજપની મિલીભગતથી પાછળથી ફી વધારી દેવામાં આવી છે. ગત વર્ષે ઓફલાઇન સ્કૂલો ચાલતી હતી છતાં ભાજપ સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોને ફી વધારા માટે જણાવી દીધું હોય એમ લાગે છે.અમે ગુજરાત સરકાર પાસે માંગ કરીએ છીએ કે ખાનગી સ્કૂલોએ પાંચ ટકાનો વધારો કર્યો છે એ પાછો ખેંચે. તે ઉપરાંત FRCમાં વાલી મંડળના સભ્યોનો સમાવેશ કરો અને સ્કૂલો દ્વારા ત્યાંથી જ ડ્રેસ, ચોપડા ખરીદવા માટે ફરજ પાડે છે એ બંધ કરવામાં આવે. 
 
અમે વાલીઓ સાથે રોડ પર આંદોલન કરીશું
ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, જો આ નવા સત્રમાં આ માગ નહિ સ્વીકારવામાં આવે તો અમે વાલીઓ સાથે રોડ પર આંદોલન કરીશું. ફી વધારો પાછો નહિ ખેંચાય તો શિક્ષણ ફી મુદ્દે આવેદનપત્ર આપીશું અને રોડ પર ઉતરીશું. ઇન્દ્રનીલ જોડાવવા અંગે ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે હજી સુધી આ બાબતે મને જાણ નથી પણ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને તેઓને અમે આવકારીએ છીએ એક થઈ આમ આદમીની સરકાર લાવો. વિપક્ષમાં ભાજપ મજબૂત છે. જેથી તેઓને વિપક્ષમાં બેસાડવા માટે એક થવું જરૂરી છે.