ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (09:41 IST)

ભાવનગરના ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા મહિલાનું મોત

ભાવનગર શહેરના ભાદેવાની શેરીમાં એક મકાન ધરાશાયી થતા ચાર વ્યક્તિઓ દટાયા હતા જેમાં એક મહિલાનું મોત થયું છે ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી.મળતી માહિતી મુજબ શહેરના ભાદેવાની શેરીમાં આજે વહેલી સવારે એક મકાન ધરાશાયી થતા 4 દટાયા હતા જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ ને ઇજાગ્રસ્ત થતા 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની ફાયર બીગ્રડને જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે પોહચી કાટમાળ હટાવી દટાયેલા વ્યક્તિઓ ને બહાર કાઢ્યા હતા અને ઇજાગ્રસ્તો ને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.